રાજનીતિ / રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આ ધારાસભ્યએ કર્યો મોટો ધડાકો, કહ્યું- ભાજપે મને કરોડો રૂપિયાની ઓફર કરી

Vansada Congress MLA Anant Patel allegation on BJP rajya sabha elections 2020

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આક્ષેપો પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઇ જોડતોડની રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ રાજીનામા આપી કેસરિયા છાવણી સાથે સંપર્કમાં છે. જોકે બાકીના ધારાસભ્યોને પણ ભાજપ દ્વારા તોડવામાં આવી રહ્યા હોવાના કોંગ્રેસ દ્વારા સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય તેમને કરોડો રૂપિયાની ઓફર થઇ હોવાના આક્ષેપો કરી ચૂક્યા છે. ત્યારે આજે ફરી વધુ એક કોંગ્રેસી ધારાસભ્ય તેમને કરોડો રૂપિયાની ઓફર થઇ હોવાના સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. ત્યારે શું કોંગ્રેસની બાજી બગાડશે અનંત પટેલ?

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ