બ્રેકિંગ ન્યુઝ
VTV / Vande Bharat train to run between Goa to Mumbai, PM Modi will virtually give green signal on Saturday
Last Updated: 11:30 PM, 1 June 2023
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે ઓનલાઈન માધ્યમથી પ્રથમ પ્રવાસમાં મડગાંવ રેલ્વે સ્ટેશનથી ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. રેલ્વે અધિકારીઓએ અહીં જણાવ્યું કે આ દેશની 19મી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ હશે, ચોથી વંદે ભારત ટ્રેન મુંબઈથી અને પાંચમી વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્રથી ઓપરેટ થશે.
ADVERTISEMENT
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અન્ય મહાનુભાવો સાથે હાજર રહેશે
તેમણે જણાવ્યું કે મડગાંવ રેલ્વે સ્ટેશન પર આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અન્ય મહાનુભાવો સાથે હાજર રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાન લગભગ 10.45 વાગ્યે વર્ચ્યુઅલ રીતે ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને તે લગભગ 6.30 વાગ્યે મુંબઈ પહોંચશે. તેમણે માહિતી આપી હતી કે અન્ય વંદે ભારત એક્સપ્રેસના 16 કોચથી અલગ મુંબઈ-ગોવા રૂટ પર ચાલતી ટ્રેનમાં માત્ર આઠ કોચ હશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું સંચાલન શુક્રવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે. જો કે હજુ સુધી નિયમિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું નથી.
મુંબઈથી ત્રણ વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે
અત્યાર સુધી મુંબઈથી ત્રણ વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે. જે ગાંધીનગર, શિરડી અને સોલાપુર માટે ચાલે છે. દેશની આર્થિક રાજધાનીમાંથી ચલાવવામાં આવનાર આ ચોથી વંદે ભારત હશે. હાલમાં ભારતમાં વંદે ભારત ટ્રેનની કુલ 18 જોડી ચાલી રહી છે, જેમાં ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે દોડતી ટ્રેન તાજેતરમાં શરૂ થઈ છે. મહિનાની શરૂઆતમાં પ્રથમ વંદે ભારત ઓડિશાથી રવાના થઈ હઈ જે પુરીથી હાવડા વચ્ચે ચાલે છે.
દિલ્હીથી 6 વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે
મુંબઈમાં ચાલતી 3 વંદે ભારત ટ્રેનો ઉપરાંત દેશની રાજધાની દિલ્હીથી 6 વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જે દિલ્હીને દેહરાદૂન, અજમેર, વારાણસી, કટરા, ભોપાલ અને અંબ અંદૌરા સાથે જોડે છે. સાથે સાથે મૈસુર અને કોઈમ્બતુર, ચેન્નાઈમાં વંદે ભારત છે, વંદે ભારત બિલાસપુર-નાગપુર, હાવડા-ન્યૂ જલપાઈગુડી, સિકંદરાબાદ-તિરુપતિ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરન-કસરાગોડ રૂટ પર પણ કાર્યરત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.