Vande Bharat train derails again, train halted for some time between Vapi and Sanjan, see
અકસ્માત /
વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, વાપી અને સંજાણ વચ્ચે ટ્રેનને થોડો સમય થોભાવી પડી, જુઓ
Team VTV08:10 PM, 01 Dec 22
| Updated: 08:11 PM, 01 Dec 22
વંદે ભારત ટ્રેનની ફરી અકસ્માત નડ્યો છે. ત્યારે ટ્રેનને વાપી અને સંજણ વચ્ચે અકસ્માત નડતા મુંબઈ તરફ જતી ટ્રેનને થોભાવી દેવામાં આવી હતી.
વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત
વાપી અને સંજાણ ની વચ્ચે નડ્યો અકસ્માત
કઈ રીતે નડ્યો અકસ્માત એની સત્તાવાર કોઈ જાણ નથી
વંદે ભારત ટ્રેનની ફરી અકસ્માત નડ્યો છે. ત્યારે ટ્રેનને વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત નડતા મુંબઈ તરફ જતી ટ્રેનને થોભાવી દેવામાં આવી હતી. સામાન્ય રીપેરીંગ બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. ત્યારે ટ્રેનને કઈ રીતે અકસ્માત નડ્યો તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે અધિકારીઓ દ્વારા પશુ વચ્ચે આવી ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અગાઉ ત્રણ વખત ટ્રેનને નડ્યો છે અકસ્માત
આપને જણાવી દઈએ કે, આ પ્રથમ વખત નથી જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અકસ્માતનો ભોગ બની હોય, આ પહેલા અમદાવાદ અને આણંદ નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. ત્યારે વલસાડ નજીક ગાય અથડાતા ટ્રેનને અકસ્માત નડ્યો હતો.
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ નોંધ્યો હતો ગુનો
ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રેક પર વટવા નજીક ભેસોનું ટોળુ આવી જતા અકસ્માત થયો હતો. જેમાં ભેંસોના મોત નીપજ્યા હતા. આ મામલે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ભેંસોના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.
7 ઓક્ટોબરે આણંદ નજીક સર્જાયો હતો અકસ્માત
જે બાદ તેના બીજા જ દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ પુરપાટ ઝડપે આવી રહેલી વંદે ભારત ટ્રેન આણંદ સ્ટેશન ખાતે ગાય સાથે અથડાઇ હતી. સાવચેતીના ભાગ રૂપે એન્જિન ડ્રાઇવરે સ્પીડ કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાય ખૂબ નજીક હોવાથી ટ્રેન સાથે ટક્કર થઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેનના આગળના ભાગને સામાન્ય નુકસાન થયું હતું.