બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vande Bharat Express train running between Mumbai and Gandhinagar has also changed its timing along with the stoppage

નિર્ણય / મુંબઈ-ગાંધીનગર 'વંદે ભારત એક્સપ્રેસ'ના સ્ટોપેજમાં મોટો ફેરફાર, હવેથી લાગુ પડશે આ નવું ટાઇમટેબલ

Dinesh

Last Updated: 09:15 AM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈથી ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજની સાથે સમય પણ બદલાયો, હવે વાપી સ્ટેશન પર 2 મિનિટ બ્રેક કરશે.

  • મુંબઈ - ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વાપી થોભશે
  • મુંબઈ-ગાંધીનગર વચ્ચેનું અંતર 5 મિનિટ ઝડપી કાપશે
  • મુંબઈ 6.10 વાગ્યે ઉપડશે, ગાંધીનગર 12.25 વાગ્યે પહોંચશે


રેલવે મંત્રાલયે મુંબઈ અને ગુજરાતની રાજધાની ગાંધીનગર વચ્ચે દોડતી સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપેજમાં ફેરફાર કર્યો છે. મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને હવે વાપી ખાતે પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 26 ઓક્ટોબર 2022થી વાપી સ્ટેશન પર ટ્રેનને સ્ટોપેજ આપવાની સાથે તેના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. પશ્ચિમ રેલ્વેએ માહિતી આપી છે કે રેલ્વે મંત્રાલયે 26 ઓક્ટોબર 2022થી વંદે ભારત ટ્રેન નંબર 20901/20901 મુંબઈ સેન્ટ્રલ - ગાંધીનગર રાજધાની - મુંબઈ સેન્ટ્રલ વાપી સ્ટેશન પર સ્ટોપેજ સાથે ટ્રેનનો સમય બદલવાનો નિર્ણય કર્યો છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વાપી થોભશે
નવા ટાઈમ ટેબલ મુજબ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી સવારે 6.10 વાગ્યે ઉપડશે અને ગાંધીનગર કેપિટલ 12.25 વાગ્યે પહોંચશે. ટ્રેન હવેથી નવા સ્ટોપેજ વાપી સ્ટેશન પર બે મિનિટ માટે ઉભી રહેશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વાપી સ્ટેશને 8.04 કલાકે પહોંચશે અને માત્ર બે મિનિટ રોકીને ત્યાંથી રવાના થશે. આ પછી આ ટ્રેન 9 વાગે સુરત સ્ટેશન પહોંચશે. અહીં ટ્રેનને ત્રણ મિનિટનું સ્ટોપેજ છે. આ પછી ટ્રેન વડોદરા જંકશન પર 10.13 કલાકે પહોંચશે અને 10.16 કલાકે ત્યાંથી ઉપડશે. નવા ટાઈમ ટેબલ મુજબ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ 20.15 કલાકે પહોંચશે.

પહેલા કરતા 5 મિનિટ ઓછો સમય લેશે
તમને જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે હવે વંદે ભારત સુપર ફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચેનું અંતર કાપવામાં પહેલા કરતા 5 મિનિટ ઓછો સમય લેશે. પશ્ચિમ રેલવેના નિવેદન મુજબ હવે વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગરથી મુંબઈ જતી વખતે 20 મિનિટ વહેલા મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

દેશમાં ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ આ દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં દોડતી ટ્રેનોમાં ત્રીજી ટ્રેન છે. મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. જે બાદ આ સુપરફાસ્ટ ટ્રેનનું કોમર્શિયલ સંચાલન 1 ઓક્ટોબરથી શરૂ થયું હતું.
આ ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતની રાજધાની તેમજ બે મહત્વપૂર્ણ વેપાર કેન્દ્રોને જોડે છે. વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી અને બીજી ટ્રેન નવી દિલ્હીથી માતા વૈષ્ણો દેવી, કટરા વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

gandhinagar stoppage vande bharat train ગાંધીનગર ગુજરાત મુંબઈ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ Decision
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ