વલસાડમાંથી વિદેશી યુવક-યુવતી દારૂ સાથે ઝડપાયાં, પારૂલ યુનિવર્સિટીનું મળ્યું આઇકાર્ડ

By : admin 08:12 AM, 11 January 2019 | Updated : 08:12 AM, 11 January 2019
વલસાડ જિલ્લાના પારડી હાઇવે પર થી ઝિમ્બાબ્વેના  યુવક  અને યુવતી કારમાં  વિદેશી દારૂના જથા સાથે ઝડપાતાં ચકચાર મચી ગઇ હતી. આ બન્ને બરોડાની પારુલ કોલેજના વિધાર્થી હોવાના પુરાવા બતાવતા પોલીસે ઊંડાણપર્વક તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગતને જાણીએ તો હાઇવે પર પારડી પોલીસ  પેટ્રોલિંગમાં હતી એ વખતે એક શંકાસ્પદ કાર દોડતી દેખાતા પોલીસે બગવાડા ટોલ નાકાથી કારનો પીછો કર્યો હતો. પોલીસે પારડી નજીક હાઇવે બ્લોક કરી કારને ઝડપી પાડી હતી.

જ્યારે તેને રોકી તેમાં તપાસ કરતા કારમાથી ઝિમ્બાબ્વેના એક યુવાન અને એક યુવતી મળી આવી હતી. આ યુવાનની પૂછપરછ કરતા યુવતી તેની કઝીન બેન હોવાનું જણાવ્યું હતું. પોલીસને શંકા જતાં આકરી પૂછપૂરછ કરાતાં કારમાંથી અંદાજે 88 હજારના વિદેશી દારૂ ની 146  બોટલો મળી આવી હતી.

દારૂ મળી આવતાં પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી હતી. જે દરમ્યાન ઝિમ્બાબ્વેના યુવક યુવતીએ જણાવ્યું કે આ દારૂ દમણથી લઈને આવ્યા હતા. ત્યારબાદ બન્ને યુવક યુવતી પાસે પારૂલ યુનિવર્સિટીના કોલેજના આઈકાર્ડ મળી આવ્યા હતા.

જો કે બન્ને કઝીન ભાઈ-બહેન હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. જ્યારે તપાસ દરમિયાન કોલેજના પુસ્તકો પણ તેમની પાસેથી મળી આવ્યા હતા. હાલ તો આ યુવક યુવતી દારૂ ક્યાં લઈ જતા હતા તે મામલે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.Recent Story

Popular Story