બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરબજારમાં બાળક અને તેના નાના પર રખડતા ઢોરે કર્યો હુમલો, વલસાડની હિચકારી ઘટના
Last Updated: 11:09 PM, 11 November 2024
ફરી એક વખત રખડતા પશુનો આતંક સામે આવ્યો છે. તંત્ર દ્વારા નક્કર પગલા ન લેવાતા હોવાથી અવાર નવાર રખડતા ઢોરનો ત્રાસ સામે આવતો હોય છે. જેના કારણે સામાન્ય નાગરિકને ક્યારેક જીવ ગુમવવાનો વારો આવતો હોય છે તો ક્યારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે ફરી એકવાર વલસાડના પારડીમાં રખડતા પશુનો ત્રાસ સામે આવ્યો છે.
ADVERTISEMENT
ભરબજારમાં બાળક અને તેના નાના પર રખડતા ઢોરે કર્યો હુમલો, વલસાડની હિચકારી ઘટના pic.twitter.com/4Gri41dE9U
— Dinesh Chaudhary (@DineshVTVNews) November 11, 2024
પારડીમાં રખડતા પશુઓનો આતંક
ADVERTISEMENT
વલસાડના પારડીમાં રખડતા પશુએ ભર બજારમાં પૌત્ર અને નાના પર હુમલો કર્યો હતો. જેના કારણે તેઓ ઘાયલ પણ થયા હતા. આસપાસના લોકોએ બચાવવા પ્રયાસ કર્યા હતો. ઉલ્લેખનીય છે કે, સ્થાનિકોના જણાવ્યા મુજબ પશુના ત્રાસના કારણે અનેક વખત અહીં અકસ્માત પણ થાય છે.
આ પણ વાંચો: વડોદરા રિફાઈનરી કંપનીમાં વધુ એક પ્રચંડ બ્લાસ્ટ, 1 ભડથું, 4 શહેરોની ફાયર ટીમને કોલ
યોગ્ય પગલા ક્યારે લેવાશે ?
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા પરેશાન થઇ ઉઠી છે. અવારનવાર રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટના સામે આવે છે. જ્યારે રખડતા ઢોરનો અતિશય ત્રાસ વધે ત્યારે રાજ્યનું તંત્ર આળસ મરડીને ઊભું થયું છે એક બે એક્શન પગલા લઈને ફરી નિદ્રાધીન બની જતું હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યાં છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વૃદ્ધોને મળશે રાહત / ગુજરાતની આ મનપા વડીલો માટે શરૂ કરશે 'અવસર' યોજના, ઘરે બેઠા મળશે સેવાઓ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન તો ટ્રેલર છે! રેલવે વધુ 7 રૂટ તૈયાર કરશે, જાણો સંપૂર્ણ વિગત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.