વલસાડ: ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં લાગી ભયાનક આગ

By : vishal 03:57 PM, 17 May 2018 | Updated : 03:57 PM, 17 May 2018
વલસાડ: ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ સ્ટુડિયોમાં સિરિયલ માટે બનાવેલ સેટમાં આગ લાગી હતી. 

જોકે ફાયર ફાઈટરો દ્વારા તરત આગ પર કાબુ મેળવાયો હતો. આગ પર ફાયર ફાઈટરો દ્વારા તરત કાબુ મેળવતા કોઈ જાનહાનિ થઇ નથી. જોકે હજુ આગ લાગવાનું કારણ અકબંધ છે. 

ઉલ્લેખનીય છે કે, વૃંદાવન સ્ટુડિયોમાં અનેક હિન્દી સિરિયલોના શૂટિંગ થઇ ચૂકયા છે. જ્યારે આ આજ લાગી ત્યારે આ સ્ટુડિયોમાં કોઈ શૂટિંગ ચાલતુ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટના વિશે તો, વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલ સુપ્રસિદ્ધ વૃંદાવન સ્ટુડિયોમાં આગની ઘટના બની હતી. વૃંદાવન સ્ટુડિયોમાં બનાવવામાં આવેલ એક ઐતિહાસિક સીરિયલના શૂટિંગ માટેના ભવ્ય સેટના ઉપરના ભાગે આગની શરૂઆત થઇ હતી.

જોકે આ સેટ ફાઇબરનો બનેલો હોવાથી થોડી જ ક્ષણોમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે, અત્યારે વૃંદાવન સ્ટુડિયોમાં અનેક હિન્દી સિરિયલોના શૂટિંગ ચાલી રહ્યા છે. જોકે ઘટના બની તે વખતે કોઈ સિરિયલનું શૂટિંગ ચાલતું નહીં હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી.

આગની જાણ થતાં જ સ્ટુડિયોમાં દોડધામ મચી ગઈ હતી. સ્ટુડિયોના કર્મચારીઓ અને  કામદારોએ  આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉમરગામના ફાયરફાઈટરોએ  ઘટનાસ્થળ પર પહોંચી  આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા.

પ્રાથમિક તબક્કે શોર્ટસર્કિટના કારણે સ્ટુડિયોના ઉપરના ભાગે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર ફાયટરોએ અને સ્ટુડિયોના કર્મચારીઓની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે, ઉમરગામનાઆ વૃંદાવન સ્ટુડિયોમાં રામાનંદ સાગરની રામાયણ અને મહાભારત જેવી સુપ્રસિદ્ધ સિરિયલોના   શૂટિંગ પણ થઈ ચૂક્યા છે, અને અત્યારે પણ અનેક ધાર્મિક અને ઐતિહાસિક સીરિયલોના શૂટિંગ વૃંદાવન સ્ટુડિયોમાં ચાલી રહ્યા છે. તેવા સમયે જ સ્ટુડિયોમાં બનાવવામાં આવેલ ભવ્ય રાજમહેલ જેવા સેટમાં આગ લાગતા ચકચાર મચી ગઈ હતી.Recent Story

Popular Story