ભાડાનું રાજકારણ / વલસાડમાં શ્રમિકોની ટ્રેનને રવાના કરવા ભાજપને પરવાનગી- કોંગ્રેસને નહીં, મીડિયા સાથે પણ ગેરવર્તણૂંક

valsad railway station fight for migrant workers train in corona lockdown

શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડું વસુલવા મુદ્દે ફરી રાજકારણ ગરમાયું. વલસાડમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના લોકો માટે તંત્રએ ટ્રેનની વ્યવસ્થા કરી હતી. જો કે, દરેક શ્રમિક પાસેથી 700 રૂપિયા લેવાતા કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ટ્રેન ઉત્તરપ્રદેશ રવાના થાય તે પહેલા જ રાજકીય માહોલ ગરમાયો હતો. તો પ્લેટફોર્મ પર ભાજપના અગ્રણીઓને પ્રવેશ અપાયો પરંતું કોંગ્રેસના નેતાઓને પ્રવેશ ન અપાતાં પોલીસ સાથે રકઝક થઈ હતી. એટલું જ નહીં રેલવે અને પોલીસ વિભાગે મીડિયાને પણ કવરેજ કરવા દીધુ ન હતું. ફરજ પર હાજર કેટલાક કર્મીઓએ મીડિયા સાથે અસભ્ય વર્તન પણ કર્યુ હતું.

બ્રેકિંગ ન્યૂઝ