બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Valsad police nabbed 2 army men for smuggling liquor

મરાઠા બટાલિયન / નામ ડૂબાડયું.! વલસાડમાં દારૂની હેરાફેરી કરતા 2 આર્મી જવાન ઝડપ્યા, પાર્ટી કરવા 552 બોટલ કારમાં નાખી નીકળ્યા હતા

Mahadev Dave

Last Updated: 06:24 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 આર્મી જવાનને પકડી પાડયા હતા. પોલીસે 17 દારૂની પેટી સાથે મરાઠા બટાલિયન જવાનો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

  • વલસાડ પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 આર્મી જવાન ઝડપ્યા
  • આર્મી ડિફેન્સ લખેલી કારમાં કરતા હતા દારૂની હેરાફેર
  • 17 દારૂની પેટી સાથે મરાઠા બટાલિયન જવાનોને ઝડપાયા 

ગુજરાતમાં કહેવાથી દારૂબંધી વચ્ચે છાશવારે દારૂના અનેક કિસ્સાઓ સામે આવે છે. દારૂના જથ્થા સાથે ઝડપાતા આરોપીઓ દારૂબંધી માત્ર કાગળ પર હોવાની ચાડી ખાઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે વલસાડ પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 આર્મી જવાનને દબોચી લેતા ચકચાર જાગી છે. જેની પૂછપરછમાં જવાનોએ પાર્ટી માટે દારૂનો જથ્થો મંગાવ્યો  હોવાનું બહાર આવ્યું હતું. આમ ગુજરાતમાં દારૂનો મોટો જથ્થો ઠલવાય તે પહેલાં જ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Valsad police nabbed 2 army men for smuggling liquor

મરાઠા બટાલિયનના જવાનો સામે કાર્યવાહી

લશ્કરમાં ફરજ બજાવતા 2 આર્મીમેન દમણથી નવસારી તરફ જતા હતા આ દરમિયાન વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસને શંકા જતા તેઓએ આર્મી ડિફેન્સ લખેલી કાર અટકાવી તલાશી લીધી હતી. આ દરમિયાન કારમાંથી દારૂની પેટીઓ પકડાતા પોલીસ ચોંકી ઉઠી હતી. જેની પૂછપરછ કરી દમણથી નવસારી લઈ જવાતી 552 બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે આર્મીના બે જવાનને પકડી પાડ્યા હતા. પોલીસે 17 દારૂની પેટી કબ્જે કરી મરાઠા બટાલિયનના જવાનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેની પૂછપરછમા આ દારૂનો જથ્થો નવસારીમાં એક પાર્ટી કરવા માટે દમણથી લઈ જવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો.

Valsad police nabbed 2 army men for smuggling liquor


મહત્વનું છે કે તાજેતરમાં જ અમીરગઢ એક પોસ્ટ ભરતી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આર્મી જવાનને ઝડપી પાડ્યો હતો. જેમાં જોધપુર આર્મી કેમ્પમાં ફરજ બજાવતો જવાન પરમિટ વગર ડિફેન્સનો વિદેશી દારૂ પોતાની કારમાં લઇ ગુજરાત આવી રહ્યો હતો આ દરમિયાન અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો હતો.

 

સંકળાયેલા મુદ્દાઓ

Army men liquor valsad police આર્મી જવાન દારૂની હેરાફેરી વલસાડ પોલીસ valsad police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ