VIDEO: વલસાડમાં કાર ચાલક અને પોલીસ કેનસ્ટેબલ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, વીડિયો વાયરલ

By : kaushal 03:32 PM, 09 July 2018 | Updated : 04:41 PM, 09 July 2018
વલસાડના ઉદવાડા નજીક પોલીસ કોન્સ્ટેબલ અને સુરતના એક પરિવાર વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. યુવક દારૂ પીને બેફામ રીતે કાર ચલાવતો હતો. જેથી કોન્સ્ટેબલે તેની ગાડીને રોકી હતી.. જેને લઈને યુવક અને તેના પરિવારે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. જાહેરમાં મારામારીના આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે.


જેમાં જોઈ શકાય છે કે, પોલીસ કોન્સ્ટેબલ અને પરિવાર વચ્ચે કેવી રીતે મારામારી થઈ રહી છે. જોકે સમગ્ર ઘટના અંગે જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને નશાખોર યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા નજીક બે પોલીસ કોન્સ્ટેબલ અને સુરતના એક પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. 

પોલીસ અને સુરત ના પરિવાર વચ્ચે થયેલી મારામારીનો વીડિયો વાયરલ થતા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઉદવાડા નજીક એક કાર બેફામ દોડી રહી હતી. જેને ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલે રોકી હતી. જોકે કોન્સ્ટેબલે રોકતા કારચાલક યુવકે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. જેને કારણે મામલો બિચક્યો હતો. આ મામલાની જાણ થતાજ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 



Recent Story

Popular Story