વલસાડના દરિયા કિનારે ફરી એક વખત ડોલ્ફિન જોવા મળી છે. વલસાડના દીવાદંડી વિસ્તારમાં ડોલ્ફીન જોવા મળતા મોટી સંખ્યામાં લોકો ડોલ્ફીનનો જોવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ સ્થાનિકો દ્વારા ડોલ્ફિનને સલામત રીતે દરિયામાં છોડવામાં આવી હતી. દરિયામાં ડોલ્ફિન જોવા મામલે તંત્ર અજાણ છે.
વલસાડ જિલ્લા કોસંબા ગામ ના દરિયા કિનારે ફરી એક વાર ડોલ્ફિન માછલી દેખાઈ હતી. વલસાડના દીવાદંડી વિસ્તારમાં ડોલ્ફીન જોવા મળતા મોટી સંખ્યામાં લોકો ડોલ્ફીનનો જોવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ સ્થાનિકો દ્વારા ડોલ્ફિનને સલામત રીતે દરિયામાં છોડવામાં આવી હતી. દરિયામાં ડોલ્ફિન જોવા મામલે તંત્ર અજાણ છે.
દરિયા કિનારે ડોલ્ફિન સાથે કેટલાક સ્થાનિક લોકો દ્વારા ડોલ્ફિનને બચાવવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય રીતે વલસાડ ના તિથલ ના દરિયા કિનારે અનેક પ્રકારની માછલીઓ અને દરિયાઈ જીવ જોવા મળે છે. જો કે અગાઉ ડોલ્ફિન ક્યારેય જોવા મળી નથી ત્યારે કોસંબા ગામ ના દરિયા કિનારે અગાઉ 5 દિવસ પહેલા એક ડોલ્ફિન તણાઈ આવી હતી. ત્યારે આ વખતે ફરી એક વાર ડોલ્ફિન તણાઈ આવતા સ્થાનિક લોકો માં કૌતુક ફેલાયું છે.
કયા સંજોગોમાં ડોલ્ફિન તણાઈ આવી તે જોઈ સ્થાનિકો માં રોમાંચ જોવા મળ્યો હતો. જોકે કેટલાક યુવાનો દ્વારા ડોલ્ફિનને સલામત રીતે કોસંબા દરિયાના પાણીમાં છોડવામાં આવી હતી.