બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભારે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી, ડાંગરના ઉભા પાકને નુકસાનની ભીતિ
Last Updated: 07:33 PM, 12 October 2024
વરસાદે ફરી એકવાર વલસાડ, દાહોદ અને સુરતમાં જમાવટ કરી છે. વરસાદની ધમધોકાર એન્ટ્રીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો દશેરાના દિવસે જ વરસાદી માહોલ જામતા રાવણ દહન માટે કરેલા ઓયોજનને લઈ આયોજકો પણ મુશ્કેલીમાં મુકાય છે
ADVERTISEMENT
સુરતમાં વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી
સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દશેરાના દિવસે વરસાદી માહોલ જામ્યો છે. અત્રે જણાવીએ કે, છેલ્લા એક કલાકથી વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદના પગલે વેસુના VIP રોડ પર પણ પાણી ભરાયા છે. અઠવા લાઈન્સ, પારલે પોઈન્ટ અને વેસુ વિસ્તાર તેમજ ભટાર, નાનપુરા ડુમસ રોડ વિસ્તારમાં વરસાદ જામ્યો છે.
ADVERTISEMENT
વલસાડમાં જામ્યો વરસાદી માહોલ
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. વલસાડ, પારડી, ધરમપુર અને કપરાડા તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. જિલ્લામાં 30 હજાર હેકટરથી વધુમાં ડાંગરના ઉભા પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા! CBSE ની માન્યતા વગર જ ધમધમી રહી છે સ્કૂલ
દાહોદના લીમડી પંથકમાં વરસાદ
દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વસ્યો છે. લીમડી પંથક અનેક ગામડામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે ખેડૂતોમા ખેતી પાકમાં નુકાસાનીને લઈ ચિંતા વ્યાપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.