વલસાડમાં GK જવેલર્સની દુકાનમાં ચોરી,સમગ્ર ઘટના CCTVમાં કેદ

By : kavan 11:47 PM, 15 May 2018 | Updated : 11:47 PM, 15 May 2018
વલસાડમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. એમજી રોડ પર આવેલી જીકે જવેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ સોના ચાંદીનાની ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. જયાં CCTVમાં સ્પષ્ટ દેખાઈ છે કે, તસ્કરો સોના ચાંદીનાના ઘરેણા એક બેગમાં ભરતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, CCTVમાં બે તસ્કરો કેદ થયા હતા.આ તસ્કરોએ રૂપિયા 1 લાખ 92 હજારની લૂંટ ચલાવી હતી.તસ્કરો દાગીના બેગમાં ભરીને ફરાર થઇ જાય છે.તસ્કરોએ રૂપિયા 1 લાખ 92 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી.

આ સમગ્ર મામલે વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ચોરીની ઘટનાને પગલે અન્ય વિસ્તારના જવેલર્સના વેપારીઓએ નાઈટ પેટ્રોલિંગની માગ કરી હતી.જી.કે.જ્વેલર્સમાં ચોરી થતાં નાઈટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થાય છે.ત્યારે વલસાડ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.  આપને જણાવી દઇએ કે, પોલીસ પાસે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ થયેલી છે ત્યારે પોલીસ પાસે આ બંને ચોરના ચહેરાઓ હોવાથી આગામી દિવસોમાં આ ચોરીનો ભેદ ઉકેલાયો તેવું મનાઇ રહ્યું છે ત્યારે વલસાડ સીટી પોલીસે આ બન્ને ચોરના ફોટાઓ આજુબાજુના પોલીસ સ્ટેશનમાં પણ મોકલી આપ્યા છે અને સીસીટીવીમાં કેદ થયેલા ૧૪ હકીકતમાં પોલીસના પાંજરે પૂરાય તેવી લોકમાંગ ઉઠી છે.Recent Story

Popular Story