Valsad: Attack on Sagira's family in Valsad in unilateral love
સનકી પણું /
વલસાડમાં પ્રેમી વિફર્યો, એકતરફી પ્રેમમાં એવું કરી બેઠો કે પ્રેમિકાના પરિવારજનો થયા હોસ્પિટલ ભેગા
Team VTV06:45 PM, 04 Mar 22
| Updated: 12:07 AM, 09 Mar 22
સુરતમાં પણ ગ્રીષ્મા હત્યા કેસમાં એક તરફી પ્રેમમાં હત્યારા ફેનિલે પરિવાર પર હુમલો કર્યો હતો, આજે તેવો જ બનાવ વલસાડમાં બન્યો છે
એકતરફી પ્રેમમાં હવે વલસાડની સગીરાના પરિવાર પર હુમલો
સુરત, રાજકોટ બાદ હવે વલસાડમાં એકતરફી પ્રેમમાં હુમલો
સુનિલ પટેલ નામના માથાભારે શખ્સે પરિવાર પર હુમલો કરી કર્યુ સગીરાનું અપહરણ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં એક માથાભારે શખ્સે આતંક મચાવી એક ઘરમાં ઘૂસી પરિવારજનો પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.. બનાવમાં જીવલેણ હુમલામાં બે લોકોને ઇજા થતા તાત્કાલીક સારવાર માટે પારડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સુનિલ પટેલ નામના માથાભારે શખ્સે પરિવારજનો પર હુમલો કરી પરિવારની એક સગીરાનું અપહરણ કરી ફરાર થઈ ગયો હોય તેવું ભોગ બનેલ પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસે આરોપી ઈસમને પકડવા કવાયત તેજ કરી છે.
ઘરમાં ગોંધી રાખી પરિવાર પર ધારદાર હથિયાર લઈ ચડી બેઠો
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં સુનિલ પટેલ નામના એક માથાભારે શખ્સ છેલ્લા કેટલાક સમયથી ત્રાસ વર્તાવી રહ્યો હતો.આજે આ સંકી શખ્સ એક ઘરમાં ઘૂસી ઘર માં હાજર પરિવાર પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલામાં પરિવારના બે સભ્યો લોહીલુહાણ થયા હતા.અને ગંભીર રીતે ઇજા થતા તેઓને તાત્કાલીક સારવાર માટે પારડીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
માથાભારે સુનિલ પટેલ એ પરિવાર પર હુમલો કરી અને એક સગીરાનું અપહરણ કરીને પણ ફરાર થઈ ગયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભોગ બનેલ પરિવારે આ બાબતે પારડી પોલીસને જાણ કરતાં પારડી પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી.
'ગામની યુવતીઓ અને મહિલાઓને સરેઆમ છેડતી કરતો'
ફરાર થઈ ગયેલા આ આવારા તત્વને શોધવા તપાસ તેજ કરી હતી. અત્યારે પરિવારના 2 સભ્યો પારડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ભોગ બનેલ પરિવારની વાત માનીએ તો આરોપી માથાભારે સુનિલ પટેલ છેલ્લા કેટલાક સમયથી ગામની યુવતીઓ અને મહિલાઓને સરેઆમ છેડતી કરતો હતો. આથી ગામના લોકો પણ ત્રાસી ગયા હતા.જોકે આજે તેણે હદ વટાવી.આ પરિવાર પર જીવલેણ હુમલો કરી પરિવારની સગીરાનું અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાના પરિવારજનો ઇજાગ્રસ્તો આક્ષેપ કરી રહ્યા છે