બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / એવી ફિલ્મો, જેને આજેય પ્રેમી-પંખીડાઓ વેલેન્ટાઇન ડે પર કરે છે યાદ, એક તો એવી કે સરકાર હચમચી ગયેલી!"
14 ફોટો ગેલેરી
Last Updated: 08:15 AM, 14 February 2025
1/14
કહેવાય છે કે ફિલ્મોએ સમાજનું પ્રતિબીંબ છે. ફિલ્મોમાં જોવા મળતી વાર્તા ક્યારેક કોઈ જગ્યાએ બનેલી હોય છે તો ઘણીવાર ફિલ્મનોની વાર્તા જેવી અસલ જિંદગી લોકો જીવતા હોય છે. હિન્દી સિનેમાનો પ્રેમના વિષયમાં પણ બહોળો ફાળો છે. આ સિનેમાએ લગભગ દરેક દશકમાં એક એવી ફિલ્મ આપી છે જે તે દર્શકના યુવા પ્રેમીઓના ચરિત્રને જીવંત કરતી હોય. આજે નજર કરીએ એવી ફિલ્મો પર કે જેને દર્શકોએ ખુબ માણી હોય કે પછી જે ફિલ્મોએ જે તે સમયે એક મોટી અસર છોડી હોય. અને હા આ વેલેન્ટાઇન ડે ના દિવસે તમે આમાંથી એક ફિલ્મ અચૂક તમારા પાર્ટનર સાથે જોઈ લે જો.
2/14
3/14
4/14
વર્ષ 1981માં આવેલી વાસુ અને સપનાની લવ સ્ટોરી પણ યુનિક છે. 'એક દુજે કે લિયે' ફિલ્મ એ વાતને સાબિત કરે છે કે પ્રેમને ભાષાના બંધન નડતા નથી. બે અલગ ક્લચર અને અલગ ભાષા બોલતા કે એકબીજાની ભાષા નહિ સમજતા વાસુ અને સપના પ્રેમમાં પડે છે અને તેમના માતા-પિતા તેમના પ્રેમનો વિરોધ કરે છે. આ ફિલ્મ તમે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર જોઈ શકો છો.
5/14
આ ફિલ્મો અંત કરુણ છે. એકબીજાને ખુબ પ્રેમ કરતા વાસુ અને સપના સાથે જીવી શકતા નથી માટે સાથે મોતને ભેટે છે. જો કે કહેવાય છે કે આ ફિલ્મ જોયા પછી ઘણા કપલે આ રીતે સાથે મોતને વ્હાલું કર્યું હતું જે સ્થિતિ આજના સમયમાં પણ જોવા મળે છે. એક મીડિયા રિપોર્ટ એવું પણ કહે છે કે આ ફિલ્મ પછી સરકારે મેકર્સનો સંપર્ક કર્યો હતો અને સમાજમાં સુસાઇડના કેસ અટકાવવા માટે ફિલ્મનો હેપી એન્ડ આપવા જણાવ્યું હતું, જ એબદ આ ફિલ્મનો બીજો ભાગ હેપી એન્ડ સાથે રીલીઝ થયો હતો પણ દર્શકોને આજે પણ એ ઓરિજિનલ સ્ટોરી જ પસંદ છે.
6/14
વર્ષ 1983માં આવેલી આ ફિલ્મ સોમુ અને નેહલતાના પ્રેમની અદભુત વાર્તા છે. જ્યાં સોમુ નેહલતાને ત્યારે તે તેની સ્મૃતિ ખોઈ બેસેલી હોય છે અને એક નાના બાળક જેમ જીવે છે. સોમુ તેને તેના વતન પાછી લઈ જઈને એક નાના બાળકની જેમ તેની સાર સંભાળ લે છે. ફિલ્મના અંતમાં તેની યાદદાસ્ત પાછી આવે છે અને તે સોમુને ઓળજી પણ શકતી નથી.
7/14
8/14
આમિર ખાન અને જુહી ચાવલાની આ ફિલ્મ વર્ષ 1988માં આવી હતી અને તેને 90ના દશકની સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મના લિસ્ટમાં ગણવામાં આવે છે. ફિલ્મની વાર્તા રાજ અને રશ્મિની છે. બંનેના પરિવારો એકબીજાના વર્ષોથી દુશ્મન છે એ વાત રાજ અને રશ્મિ જાણે છે માટે પોતાની એક અલગ દુનિયા વસાવવા માટે આ પ્રેમીઓ તમામ સુખ અને આરામ છોડીને ભાગી જાય છે અને દૂર પોતાની દુનિયા વસાવે છે.
9/14
10/14
રાજ અને સિમરનની આ વાર્તા તો તમને કદાચ ખબર જ હશે. સ્વિટઝર્લેન્ડમાં થયેલી મુલાકાત પ્રેમમાં પરિણમે છે અને પોતાની પ્રેમિકાને મેળવવા માટે રાજ તેની પ્રેમિકા પાછળ છેક પંજાબ જઈ પહોંચે છે અને પ્રેમિકાને પામવા માટે પહેલા તેના પરિવારને પોતાના તરફ કરે છે અને અમરીશ પુરી જેવા કઠોર પિતાને મનાવવા માટે રાજ પોતાનું સર્વસ્વ લગાવી દે છે.
11/14
વર્ષ 1995માં રીલીઝ થયેલી આ ફિલ્મે પોતે જ પોતાનામાં ઇતિહાસ સર્જ્યો છે. આ ફિલ્મ મુંબઈના મરાઠા થિયેટરમાં સતત 27 વર્ષ સુધી ચાલી હતી. સાથે જ આ હિન્દી ફિલ્મે ઘણા લોકોને કરવા ચૌથનું વ્રત કરવા પણ પ્રેર્યાં હતા. જો તમે આ ફિલ્મ ના જોઈ હોય તો આજે જ એમેઝોન પ્રાઈમ પર આ ફિલ્મ જોઈ લે જો
12/14
વર્ષ 2003માં આવેલી સલમાન ખાનની આ ફિલ્મ તેની સ્ટોરી કરતા પણ વધુ સલમાન ખાનની હેર સ્ટાઇલ માટે ફેમસ થઇ હતી. કરૂણ અંત વાળી આ ફિલ્મ રાધે અને નિર્જરાની ખુબ સુંદર સ્ટોરી છે. આ પ્રેમ વાત કરે છે પ્રેમમાં રહેલા જનૂનની. એક કોલેજ બહાર ગુંડા તરીકે ઓળખાતો રાધે તેની કોલેજની જુનિયર નિર્જરાના પ્રેમમાં પડે છે અને તેના કારનામાને લીધે રાધે નિર્જરાને મેળવી શકતો નથી. તેની સામે તેની પ્રેમિકાના બીજે લગ્ન થઇ જાય છે અને એ પ્રેમમાં , જુનૂનમાં એટલી હદ વટાવી જાય છે કે તેને મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવો પડે છે. પ્રેમની એક અલગ જ સાઈડ બતાવતીએ ફિલ્મ Zee 5 કે એમેઝોન પ્રાઈમ પર જોઈ શકાશે.
13/14
એક કોલેજ બહાર ગુંડા તરીકે ઓળખાતો રાધે તેની કોલેજની જુનિયર નિર્જરાના પ્રેમમાં પડે છે અને તેના કારનામાને લીધે રાધે નિર્જરાને મેળવી શકતો નથી. તેની સામે તેની પ્રેમિકાના બીજે લગ્ન થઇ જાય છે અને એ પ્રેમમાં , જુનૂનમાં એટલી હદ વટાવી જાય છે કે તેને મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવો પડે છે. પ્રેમની એક અલગ જ સાઈડ બતાવતીએ ફિલ્મ Zee 5 કે એમેઝોન પ્રાઈમ પર જોઈ શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ