Saturday, July 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વેલેન્ટાઈન ડેઃ વિદ્યાર્થીઓની અનોખી શપથ માતા-પિતાની મરજી વગર નહીં કરીએ લવ મેરેજ

વેલેન્ટાઈન ડેઃ વિદ્યાર્થીઓની અનોખી શપથ  માતા-પિતાની મરજી વગર નહીં કરીએ લવ મેરેજ
સુરતઃ આજનાં ગુરૂવારનાં દિવસે વેલેન્ટાઈન ડે દિવસ છે. વેલેન્ટાઇન ડે એટલે કે છોકરા છોકરીઓ માટે એકબીજાને પ્રપોઝ કરવાનો દિવસ માનવામાં આવે છે. ત્યારે સુરતમાં વેલેન્ટાઈન ડેની વિદ્યાર્થીઓ દ્વારા કંઇક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.

આ દિવસે 15 જેટલી સ્કૂલોમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 10 હજાર જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 10 હજાર જેટલાં વિદ્યાર્થીઓએ પોતાની માતા-પિતાની મરજી વગર પ્રેમ લગ્ન નહીં કરવાનાં તેઓએ શપથ લીધાં હતાં.

આ સ્કૂલોમાં પાલનપુર પાટિયા પાસે આવેલી સંસ્કાર ભારતી અડાજણની પ્રેસિડેન્સી હાઇસ્કૂલ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ સન ગ્રેસ વિદ્યાલય વરાછાની નવચેતના વિદ્યાલય અને જ્ઞાન ગંગા વિદ્યાલયનો સમાવેશ થાય છે.

બીજી બાજુ બજરંગદળનું વિરોધ પ્રદર્શન

મહત્વનું છે કે આજે દેશભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે. આ દિવસે યુવાનો પોતાની પ્રેમીકાને ફુલ આપીને પોતાનાં પ્રેમનો ઈઝહાર કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં પ્રેમીઓનાં દુશ્મન સામે આવ્યાં છે. અમદાવાદનાં રિવરફ્રન્ટ પર બજરંગ દળનાં કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.

બજરંગ દળનાં કાર્યકરો રિવરફ્રન્ટ પર બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પહોંચી ગયા હતાં. એક તરફ પોલીસનો બંદોબસ્ત અને બીજી તરફ બજરંગ દળનાં કાર્યકરોનો વિરોધ પ્રદર્શન. જો કે બજરંગ દળનાં કાર્યકરોએ વેલેન્ટાઇન ડેનો વિરોધ કરતા પોલીસે 25થી વધુ કાર્યકરોની અટકાયત પણ કરી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ