એક તરફ કોંગ્રેસના નેતા રામ મંદિરને લઇને વિવાદિત નિવેદન આપતા ચર્ચામાં આવ્યા હતા. આ મામલે ભારે રાજકારણ ગરમાયુ હતુ. ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા હતા, તો આ તરફ રામભક્તિમાં ભાજપ અને કોંગ્રેસના નેતા એકસાથે દેખાયા. રાજકોટમાં આયોજિત રામકથામાં ભાજપ અને કોંગ્રેસના નેતા રામકથામાં ભક્તિરસમાં મગ્ન થયેલા જોવા મળ્યા હતા.
ભાજપ-કોંગ્રેસના નેતા ભક્તિમાં થયા લીન
રાજકોટમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજકોટ લોહાણા મહાજન આયોજિત રામકથામાં ભાજપના નેતા વજુભાઇ વાળા અને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. ગઇ કાલે સાંજે રામકથા યોજાઇ હતી જેમાં બંને નેતાઓ હરિધૂન પર ઝૂમી ઉઠ્યા.
બંને નેતાઓનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અર્જુન મોઢવાડિયા અને વજુભાઇ વાળા રામભજન પર ઝૂમી ઉઠ્યા હતા. મહત્વનું છે કે રાજકોટમાં શનિવારથી લોહાણા મહાજન સમાજ દ્વારા ઐતિહાસિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી આ રામકથામાં વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.