બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડતાલ બાદ ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીઓએ નોંધાવી ફરિયાદ, ભક્તોએ કર્યું હતું વિરોધ પ્રદર્શન
Last Updated: 11:54 PM, 22 June 2024
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના અશ્ચિલ વીડિયો મામલે ગઢડામાં પ્રદર્શન કરનારા હરિભક્તો સામે ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી છે. આપને જણાવીએ કે, ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીઓએ 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હરિભક્તોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
ADVERTISEMENT
હિત રક્ષક સમિતિ બનાવી હતી
ADVERTISEMENT
સ્વામીઓની હકાલપટ્ટી કરવા સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ હરિભક્તો બનાવી હતી. હરિભક્તોએ વડોદરામાં કલેક્ટરને આવેદનપત્ર આપી સ્વામી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી પણ કરી હતી. હરિભક્તોએ નૌતમ સ્વામીને ભગાવોના નારા પણ લગાવ્યા હતા. લંપટ સ્વામીઓના કારણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો હોવાનો આક્ષેપ હરિભક્તોએ કર્યો હતા.
વાંચવા જેવું: રાજકોટ અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, SITએ ચીફ ફાયર ઓફિસર સહિત 3 આરોપીની કરી ધરપકડ
હરીભક્તોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું
વિરોધ પ્રદર્શન સમય હરીભક્તોએ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે,અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા જે લંપટ સાધુઓ જેને ગુંડા કહેવાય જેઓએ સૃષ્ટિ વિરૂદ્ધનાં કૃત્ય કર્યા છે. એ લોકો ટ્રસ્ટ્રી બનીને બેઠા છે. અંદર અમારા જે હરી ભક્તો છે એ બધા ટ્રસ્ટ્રી બનીને એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે. એ નરાધમોને અમારે અહીંયાથી બહાર કાઢવા છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.