બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodra PI suspect for his wife missing case

વડોદરા / પી.આઈના પત્ની ગુમ થવા મામલે ચોંકવાનારા ખુલાસા આવ્યા સામે, પુત્રએ સોશિયલ મીડિયા પર માગી મદદ

Ronak

Last Updated: 02:11 PM, 7 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા પી.આઈ અજય દેસાઈના પત્ની ગુમ થવા મામલે પી.આઈ સામેજ શંકાની સોય સેવાઈ રહી છે. જેથી સમગ્ર મામલે પીઆઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

  • પીઆઈ પોતેજ શંકાના દાયરામાં 
  • અજય દેસાઈનો નાર્કોટ્સેટ લેવામાં આવશે 
  • પુત્રએ સોશિયલ મીડિયામાં માગી મદદ 

વડોદરા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ.દેસાઈના પત્ની સ્વીટી દેસાઈ છેલ્લા એક માસથી ગાયબ છે. આ મામલે હવે તપાસનો ધમધમાટ વધ્યો છે. જોકે હવે સમગ્ર મામલે પીઆઈ પોતેજ શંકાના ઘેરામાં આવી ગયા છે. પોલીસે તેમનો પોલીગ્રાફ ટેસ્ટ તેમજ નાર્કો ટેસ્ટ લેવા માટે અરજી કરેલી છે. 

પીઆઈએ પ્રેમ લગ્ન કર્યા હતા 

પીઆઈ દેસાઈના તેમંની પત્ની સાથે પ્રેમ લગ્ન થયા હતા. જોકે તેમં છતા તેના અન્ય મહિલા સાથે સબંધ હતા જેના કારણે તકરાર થતી હતી. પીઆઈના સસ્પેક્ટ ડિટેક્સન ટેસ્ટ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જે ટેસ્ટ કરાવ્યા બાદ પીઆઈ દેસાઈ સાચુ બોલી રહ્યા છે કે ખોટું તે સાબિત થઈ જશે. 

સમાજમાં પત્ની તરીકે જાહેર નહોતા કર્યા 

સમગ્ર મામલે પોલીસે જ્યારે પી.આઈ દેસાઈની પૂછપરછ કરી ત્યારે તેમણે એવું કહ્યું કે તેમની પત્ની સમાજમાં પત્ની તરીકે જાહેર કરવા માટે તેમના પર દબાણ કરતી હતી. જેના કારણે તેમના ઝઘડાઓ થતા હતા. જેથી તેને એમ હતું કે ઘરકંકાસને કારણે તેની પત્ની ઘર છોડીને જતી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 17 જેટલા બીનવારસી મૃતદેહોની પણ તપાસ આરંભી છે. પરંતુ હજુ સુધી સ્વીટીબેનની કોઈ ભાળ નથી મળી 

અજય દેસાઈ સાથે બીજ લગ્ન 

સ્વીટીબેને પીઆઈ અજય દેસાઈ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. તેમના પહેલા પતિ દ્વારા તેમને બં સંતાનો છે. જે બંને ઓસ્ટ્રેલિયામાં રહે છે. સમગ્ર મામલે તેમના મોટા પુત્ર રિધમે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી છે કે તે તેની મમ્મીને શોધવાના પ્રયાસ કરી રહ્યો છે. સાથેજ તેણે એવું કહ્યું કે 4 જૂનની મોડી રાતથી તેની મમ્મી વડોદરાના કરજણથી ગાયબ થઈ છે. 

પહેલા પતિ સાથે બે સંતાનો 

વધુંમાં તેણે એવું પણ કહ્યું છે કે તેના મમ્મી પપ્પા થોડાક સમય પહેલા અલગ થયા હતા. હાલ તે તેના પિતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. ઉપરાંત તેણે એવું પણ કહ્યું કે મારી માતાએ અજય દેસાઈ સાથે લગ્ન કર્યા અને તેમને 2 વર્ષનો દિકરો પણ છે. જોકે તેણે એવું પણ કહ્યું કે તેની માતા ગાયબ થયા બાદ પીઆઈ દેસાઈએ 6 દિવસ સુધી પોલીસમાં જાણ પણ નહોતી કરી. 

સોશિયલ મીડિયા પર પુત્રએ માગી મદદ 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સ્વીટીબેનના મોટા પુત્રએ સોશિયલ મીડિયા પર એવું પણ કહ્યું છે કે તેને ડર છે કે તેની મતાા સાથે કઈક ખોટું ન થાય. સાથેજ તેણે એવું કહ્યું કે જેની પાસે પણ તેની માતાની જાણકારી હોય તે જાણકારી તેની માતાને આપી શકે છે. તેને યોગ્ય વળતર આપવા પણ તેને વાયદો આપ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Police Inspector vododra wife missing પત્ની ગુમ પોલીસ ઈન્સ્પેક્ટ વડોદરા vadodra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ