બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'તું મને બહુ પસંદ છે' કહી, ઝોમેટોના ડિલીવરી બોયે મહિલાનો હાથ પકડ્યો, વડોદરાનો એલર્ટ કરતો કિસ્સો
Last Updated: 03:07 PM, 10 January 2025
આજકાલ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઘરે મનપસંદ ખોરાક ઓર્ડર કરવાની સુવિધાનો આપણે ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે વડોદરામાં ઓનલાઈન ફૂડ મંગાવતી મહિલાને કડવો અનુભવ થયો છે. આ ઘટનાથી આ પ્રક્રિયાના સુરક્ષા પાસાઓ પર પ્રશ્નો ઉભા થયા છે. વડોદરાના અલકાપુરીમાં મહિલાને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું ભારે પડ્યું. મહિલાએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી ફૂડ ઓર્ડર કર્યું હતું પણ ફૂડ આપવા આવેલા ડિલિવરી બોયે તેની છેડતી કરી.
ADVERTISEMENT
મહિલા સાથે કર્યું અશ્લીલ વર્તન
ફૂડ આપવા આવેલા ઝોમેટોના ડિલીવરી બોયે મહિલાનો હાથ પકડ્યો. વાડી વિસ્તારના ડિલિવરી બોય મહંમદ અકમલ સિરાજવાલાએ મહિલાની છેડતી કરી. ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડીને તું મને બહુ પસંદ છે તેવું કહ્યું. આ અચાનક વર્તનથી ગભરાઈ ગયેલી મહિલાએ તરત જ દરવાજો બંધ કરી દીધો. આ ઘટના બાદ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ડિલિવરી બોયની ઓળખ કરીને તેની ધરપકડ કરી લીધી છે. આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ઝોન 1ના ડીસીપી જે સી કોઠીયાએ જણાવ્યું કે "ઝોમેટો ડિલિવરી બોયે એડ્રેસનું બહાનું કરીને બેલ વગાડ્યો, પછી જ્યાં ડિલિવરી કરવાની હતી, ત્યાં ડિલિવરી કરીને ફરીથી ત્યાં આવીને બેલ વગાડીને તું મને પસંદ છે એમ કહીને છેડતી કરી. આ છેડતી અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરીને એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસીને તરત જ ટેકનિકલ રિસોર્સ વાપરીને એ ડિલિવરી બોયની અટકાયત કરી લેવામાં આવી છે. જેનું નામ મહંમદ અકમલ સિરાજવાલા છે."
આ પણ વાંચો: શાળામાં સીડી ચઢતી વખતે છાતીમાં દુખાવો, બાદમાં 8 વર્ષની વિધાર્થીનીનું મોત, જુઓ CCTV
સુરક્ષા પર ઉભા થયા સવાલ
આ ઘટના ઓનલાઈન ફૂડ ડિલિવરી સેવાઓની સુરક્ષા અને ચકાસણી પ્રક્રિયાઓ પર પ્રશ્નો ઉભા કરે છે. આવી ઘટનાઓ માત્ર ગ્રાહકોની સલામતીને જોખમમાં મૂકે છે, પરંતુ કંપનીઓની પ્રતિષ્ઠાને પણ અસર કરે છે. આવી ઘટનાઓ ટાળવા માટે ગ્રાહકોએ સાવધ રહેવું જોઈએ. કોઈપણ અસામાન્ય વર્તનના કિસ્સામાં, તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરવી જોઈએ. કંપનીઓએ તેમના ડિલિવરી એજન્ટોની ચકાસણી પ્રક્રિયાને વધુ કડક બનાવવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT