Vadodara : Wife hit to Husband and girlfriend after talking on street
વડોદરા /
રસ્તા પર પતિ કરી રહ્યો હતો પ્રેમિકા સાથે વાતો ત્યાં અચાનક આવી પત્ની અને પછી થયું આવું...
Team VTV06:58 PM, 02 Dec 19
| Updated: 06:58 PM, 02 Dec 19
વડોદરા શહેરમાં પતિ, પત્ની અને પ્રેમિકાનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ પતિને પ્રેમિકા સાથે પકડીને જાહેરમાં માર માર્યો હતો. શહેરના મામાની પોળમાં પતિ પરિવારજનો સાથે રહે છે અને પરિવારે પતિને પ્રેમિકા સાથે ઝડપી પાડ્યો હતો.
વડોદરામાં મહિલાએ પતિની પ્રેમિકાની ધોલાઇ કરી
પરણિત પુરૂષના પરિવારજનોએ પ્રેમિકાની કરી ધોલાઇ
શહેરના મામાની પોળની ઘટના
પ્રેમિકા સાથે પતિ ઝડપાતા પત્ની રોષે ભરાઈ હતી. પરિવારે જાહેરમાં પ્રેમિકાની ધોલાઈ કરી હતી. અનૈતિક સંબંધોને લઈને પત્નીએ પ્રેમિકાને પાઠ ભણાવ્યો હતો. આ દરમિયાન પતિએ પોતાની પત્નીથી પ્રેમિકાને બચાવવાના અનેક પ્રયાસ કર્યા હતા.
પત્નીએ પતિની પ્રેમિતાને જાહેરમાં માર્યો માર
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર, વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં પ્રેમિકા સાથે વાતો કરી રહેલા પતિને પત્નીએ અને તેના પરિવારની મહિલાઓએ રંગેહાથ ઝડપી પાડ્તા ચકચાર મચી જવા પામી હતી. જો કે, આ ઘટના બાદ રણચંડી બનેલી પત્નીએ પતિ અને પ્રેમિકા જાહેરમાં માર માર્યો હતો.
ઘટનાનો વીડિયો વાયરલ
આ સમયે પતિએ તેની પ્રેમિકાને બચાવવા માટેના અનેક પ્રયાસો પણ કર્યા હતા પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત થઇ શકી નહોતી અને પત્નીએ બંન્નેની જાહેરમાં ધોલાઇ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
રાજકોટમાં હેલ્મેટના નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લા બે દિવસથી હેલ્મેટ વિરોધી અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. અને કોંગ્રેસના કાર્યકર્તાઓ...