વડોદરા, વલસાડ, દીવમાં અનારાધાર; ઔરંગા નદી ભયજનક સપાટીએ પહોંચતા અલર્ટ જાહેર

By : hiren joshi 12:42 PM, 12 July 2018 | Updated : 12:42 PM, 12 July 2018
વડોદરાઃ વડોદરામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન ઠપ થયું છે. લહેરીપુરા, પાદરા અને ગેડીગેટ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. પાદરામાં ભારે વરસાદના પગલે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. તો ડભોઈમાં પણ ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા.જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. પાદરા નજીકના ગામડાઓમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાઈવે જળબંબાકાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વલસાડમાં વરસાદ યથાવત્
વલસાડ જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદની હેલી યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. ઉપરવાસમા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી તોફાની સ્વરૂપમાં જોવા મલી રહી છે.

ઔરંગા ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર દોડતું થયું
મહત્વપૂર્ણ છે કે વિતેલા ૨૪ કલાક અને મોડી રાતથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીનું જળસ્તર વધી રહ્યું છે રહ્યું છે. નદી પર ભૈરવી ખાતે લગાવેલ વોર્નીગ સિસ્ટમ પર ઔરંગા ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ઔરંગામાં સપાટી વધવાને કારણે વલસાડ શહેરના નદી કિનારાના કેટલાક વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની શક્યતાને જોતા તંત્રએ નદી પર આવેલ વલસાડના પીચિંગ અને લોલેવલ કોઝવે પર થઈ પસાર નહીં થવાની આપી સૂચના દીધી છે. વિસ્તાર સાયરન વગાડી લોકોને એલર્ટ પણ કરાયા હતા.

એનડીઆરએફની ટીમ-ફાયર બ્રિગેડની ટીમ નદી કિનારે તૈનાત
એનડીઆરએફની ટીમ ફાયર બ્રિગેડને નદી કિનારે તૈનાત કરી દેવામાં આવ્યા છે. આમ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર રાખી રહ્યા છે. જોકે સવારે 10 વાગ્યા બાદ ભૈરવીમાં લગાવેલ વોર્નિંગ સિસ્ટમ પર ઔરંગાનું ભયજનક લેવલ ઓછું થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આમ છેલ્લા 2 દિવસથી ઔરંગા નદીના ઉપરવાસમાં વરસાદની વધઘટ થતી રહે છે. જેથી તંત્ર અને લોકોના શ્વાસ પણ ઊંચા નીચા થતા રહે છે.

દીવમા સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ
તો આ તરફ દીવમાં મેધરાજાનું આગમન થયું છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ આવતા પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. દરિયાકિનારે પ્રવાસીઓ વરસાદની મજા માણતા નજરે ચઢ્યા છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

નસવાડી તાલુકા વિસ્તારમાં ધોધમાર વરસાદ
છોટાઉદેપુરના નસવાડી તાલુકા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ ધોધમાર વરસાદના કારણે શહેરમાં પાણી ભરાયા હતા. લોકોએ ભારે વરસાદના કારણે બહાર નિકળવાનું ટાળ્યુ હતું. શહેરના રોડ રસ્તા પર પાણી ભરાયા હતા.

અમદાવાદમાં વરસાદની 77 ટકા ઘટ
અમદાવાદમાં વરસાદની 77 ટકા ઘટ હોવાનું સામે આવ્યું છે. જૂનથી અત્યાર સુધીમાં શહેરમાં માત્ર પોણા બે ઈંચ જ વરસાદ વરસ્યો છે. 7 ઈંચ વરસાદ પડવાના બદલે માત્ર પોણા બે ઈંચ જ વરસાદ જ નોંધાયો છે. તો હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસમાં અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

દ.ગુજરાતમાં દેધનાધનઃ સુરતમાં ધોધમાર વરસાદ, તમામ સ્કૂલોમાં રજા જાહેરRecent Story

Popular Story