બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / દુષ્કર્મની ફરિયાદ બાદ જગતપાવન સ્વામી વિરૂદ્ધ પોક્સો હેઠળ નોંધાયો ગુનો, લુકઆઉટ નોટિસ જાહેર

કાર્યવાહી / દુષ્કર્મની ફરિયાદ બાદ જગતપાવન સ્વામી વિરૂદ્ધ પોક્સો હેઠળ નોંધાયો ગુનો, લુકઆઉટ નોટિસ જાહેર

Last Updated: 12:13 PM, 9 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં વડતાલનાં સ્વામી સામે દુષ્કર્મ કેસને લઈ પોલીસ દ્વારા સ્વામી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ આરોપી વિદેશ ભાગી જાય તે પહેલા તેની શોધખોળ હાથ ધરી છે.

વડોદરામાં વડતાલનાં સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ મામલે પોલીસ દ્વારા જગતપાવન સ્વામી વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ જગતપાવન સ્વામી 2 વર્ષ પૂર્વ વડોદરા છોડી વડતાલ જતા રહ્યા હતા. ત્યારે પોલીસે ફરાર આરોપી જગતપાવન સ્વામીની શોધખોળ હાથ ધરી છે. તેમજ આરોપી વિદેશ ભાગી જવાની શક્યતા હોઈ લુકઆઉટ નોટીસ પણ જારી કરવામાં આવી છે.

જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના 3 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. પીડિત સગીર અવસ્થામાં હતી ત્યારે તેની સાથે સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું. વડતાલના સ્વામિનારાયણના કોઠારી સ્વામી તરીકે ફરજ બજાવતા જગત પવન સ્વામી સામે યુવતીએ આક્ષેપ કર્યા છે. 2016માં 14 વર્ષની સગીર સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઇ હતી. જગતપવન સ્વામી સગીરીના પિતાને જાણતા હતા. વિદેશમાં ગયા ત્યારે સગીર માટે જગતપાવન સ્વામી ગિફ્ટ લાવવાની વાતો કરતા હોવાનું ફરિયાદમાં પીડીતે જણાવ્યું છે.

વધુ વાંચોઃ 'જે ઘટના બની તેને સમાજ સાથે લેવાદેવા નથી' ગણેશ જાડેજાના સમર્થનમાં અનુસુચિત જાતિ સમાજ

સત્સંગીઓમાં રોષ

પીડિત સાથે ફોન પર અભદ્ર વાતો કર્યાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે એચ પી સ્વામી, કેપી સ્વામીએ મદદ કરી હોવાનું પણ યુવતીએ કહ્યું છે. ત્યારે પીડીતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાતા વડતાલ તાબાના સ્વામિનારાયણ સત્સંગીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rape Case Vadodara News Vadtal Swamy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ