બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના નેતાઓને પ્રજાની આ તકલીફ નથી દેખાતી, આંતરિક જૂથબંધીને લીધે બ્રિજનું સમારકામ અધ્ધરતાલ
Last Updated: 11:35 PM, 14 October 2024
વડોદરા ભાજપમાં આંતરિક જૂથબંધીના કારણે હવે નાગરિકોની સુરક્ષા જોખમમાં મૂકાઈ રહી છે. લોકોના હિત માટે બ્રિજના સમારકામની દરખાસ્ત મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં મુલતવી રખાઈ છે. મહત્વનું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરાવી રિપોર્ટ માગ્યો હતો.
ADVERTISEMENT
પ્રજાના પ્રતિનિધિઓ વિરોધમાં વ્યસ્ત, હાલાકી વેઠતી પ્રજા ત્રસ્ત
ADVERTISEMENT
જેના આધારે વડોદરા કોર્પોરેશને કાસડ નામના કન્સલ્ટન્ટને બ્રિજના ઈન્સ્પેક્શનની કામગીરી સોંપી હતી. ઈન્સ્પેક્શનમાં શહેરના 12 બ્રિજમાં નાની મોટી ક્ષતિઓ હોવાનો રિપોર્ટ કોર્પોરેશનને અપાયો હતો. જેના આધારે પાલિકાના અધિકારીએ 31.32 કરોડના ખર્ચે 18 ટકાના ભાવે દરખાસ્ત તૈયાર કરી સ્થાયી સમિતિમાં મોકલી હતી.
આ પણ વાંચો: સદુપયોગ આને કે'વાય! નવરાત્રીમાં વિસર્જિત માટીના ગરબાથી પક્ષીના માળા બનાવ્યા, પહેલની પ્રશંસા
આંતરિક જૂથબંધીના કારણે પ્રજા પરેશાન
આ દરખાસ્ત પર સ્થાયી સમિતિમાં ચર્ચા થઈ અને જેમાં સ્થાયી સમિતિના 3 સભ્યો બંદીશ શાહ, હેમિષા ઠક્કર અને જાગૃતિ કાકાએ ભાવ વધુ હોવાનું કારણ આગળ ધરીને વિરોધ કર્યો હતો. જોકે નવાઈની વાત એ છે કે, આ જ સભ્યોએ ડિસેમ્બર 2023માં બ્રિજ પર રિસરફેસિંગના કામની 3 કરોડની નાણાંકીય મર્યાદાની દરખાસ્ત 27.21 ટકા વધુના ભાવે મંજુર કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.