બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 250થી વધુ વ્હીકલ.. કિંમત દોઢ કરોડથી વધારે, વડોદરામાં TVSના શો-રૂમમાં લાગી વિકરાળ આગ
Last Updated: 12:51 PM, 8 September 2024
વડોદરામાં મધરાત્રે TVS ના શો-રૂમમાં વિકરાળ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 10 ગાડીઓ દોડી ગઈ હતી. 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર કર્મીઓએ આગ કાબૂમાં કરી હતી. દુર્ઘટનામાં 250 થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારે શો-રૂમ માલિકને અંદાજે દોઢ કરોડથી વધુનું નુકસાન થયું છે. સિંધવાઈ માતા રોડ પ્રતાપનગરમાં TVS નો શો-રૂમ આવેલો છે. આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી.
ADVERTISEMENT
કરોડોનું નુકસાન
ADVERTISEMENT
શો-રૂમના માલિક ઉજ્જવલ તલાટીએ જણાવ્યું હતું કે, અમારા શો-રૂમમાં 125 જેટલા નવા ટુ-વ્હીલર તેમજ અન્ય સર્વિસમાં આવેલા ટુ વ્હીલર મળી 250 જેટલા ટુ-વ્હીલર આગમાં બળી જવા પામ્યા છે. ટુ વ્હીલરનું દોઢ કરોડનું નુકશાન થયું છે. જ્યારે સ્પેરપાર્ટસ સહિત અન્ય માલ સામાન મળી કુલ બે કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.
વીજ પુરવઠો બંધ કરી દીધો
આગ લાગ્યાનાં સમાચાર મળતાની સાથે જ પોલીસ વિભાગ, વીજ કંપનીનાં કર્મચારીઓ તેમજ ફાયર ફાઈટરની ટીમો ઘટનાં સ્થળે પહોંચી આગને ઓલવવાની કામગરી હાથ ધરી હતી. તેમજ વીજ કંપની દ્વારા તાત્કાલીક ધોરણે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. ત્યારે આગ ક્યાં કારણોસર લાગી તે હજુ અકબંધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.