અસામાજિક તત્વોનો આતંક, તલવાર લઈને ફરતા શખ્સોના CCTV આવ્યા સામે

By : kavan 10:19 AM, 12 February 2019 | Updated : 10:31 AM, 12 February 2019
વડોદરાના કારેલીબાગમાં આવેલા તુલસીવાડી વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તુલસીવાડીમાં શાહનવાઝ નામના શખ્સનો આતંક સામે આવ્યો છે. આ શખ્શ હાથમાં હથિયારો લઈને ખુલ્લેઆમ ફરી રહ્યો છે. જાહેરમાં પોતાના સાગરિતો સાતે શાહનવાઝ નામનો શખ્સ જાહેરમાં હથિયારો લઈને પ્રદર્શન કરી રહ્યો છે. 

આ સિવાય વિસ્તારના સ્થાનિક લોકોને ડરાવી ધમકાવી રહ્યો છે. એટલું જ નહીં વિસ્તારમાં સ્થાનિકોને તો ધમકી આપે જ છે પણ સાથો સાથ વાહનોમાં પણ તોડફોડ કરીને આતંક મચાવે છે. ત્યારે શાહનવાઝ નામના આ શખ્સનો હાથમાં તલવાર લઈને ફરતો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે આવા અસમાજીક તત્વને પોલીસ છાવરી રહી છે. પણ હવે જોવાનું એ રહ્યું કે પોલીસ ક્યારે આવા અસમાજીક તત્વો સામે કાર્યવાહી હાથ ધરશે.

આપને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાય સમયગાળાથી ગુજરાતના મહાનગરોમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો હોવાનું પણ જાણવા મળે છે ત્યારે ગતરોજ વડોદરાના જાણીતા કારેલીબાગ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા સ્થાનિકોને ધમકી આપવામાં આવે છે તથા વાહનોમાં તોડફોડ કરવામાં પણ આવતી હોવાના બનાવો બનવા પામ્યા હતા. ત્યારે હવે આ મામલે સ્થાનિક પોલીસ કડક પગલા ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. Recent Story

Popular Story