બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara Tattoo Artist's Guinness Book of World Records: 91 Hours 74 Tattoos on 64 People, Amazing Workmanship
Vishal Khamar
Last Updated: 09:43 PM, 9 March 2023
ADVERTISEMENT
આજનાં સમયમાં ટેટૂ હાથ પગ કે શરીરનાં કોઇપણ ભાગ પર ચીતરાવવાં કંઇ મોટી વાત નથી. મોટી વાત એ છે કે કોઇ આર્ટિસ્ટ સતત 91 કલાક સુધી ટેટૂ બનાવ્યા અને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. ત્યારે વડોદરાનાં આર્ટિસ્ટે આ સિદ્ધિ હાંસેલ કરી છે.
ADVERTISEMENT
દરેક વ્યક્તિ તેનાં શરીર પર નાનુ કે મોટુ છુંદણું છુંદવવા એક વખત તો ઇચ્છા સેવે જ છે. અને આજકાલ ટેટૂ બનાવવું સામાન્ય વાત છે.. આ ટેટૂની મદદથી વડોદરાનાં એક ટેટૂ આર્ટિસ્ટે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી લીધુ છે. અમે જેમની વાત કરીએ છીએ તે ટેટૂ આર્ટિસ્ટનું નામ છે ઇશાંત રાણા. તેણે 91 કલાક સુધી સતત ટેટૂ બનાવીને ખાસ રેકોર્ડ બનાવી દીધો છે.
3 માર્ચથી 7 માર્ચ સુધી બનાવ્યા ટેટૂ
આપને જણાવી દઇએ કે ઇશાંતે ત્રણ માર્ચનાં ટેટૂ બનાવવાનું શરૂ કર્યું. અને તેણે 7 માર્ચ સુધી ટેટૂ બનાવ્યું. સતત 91 કલાક સુધી ટેટૂ બનાવી તેણે આ ઉપલબ્ધી હાંસેલ કરી. આ સમયમાં તેણે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડનાં તમામ નિયમોનું પાલન કર્યું છે.. આ સમયમાં તેણે જૂનો 65 કલાકનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જે એક મહિલા ટેટૂ આર્ટિસ્ટનાં નામે હતો. તેણે 91 કલાકમાં 64 લોકોનાં શરીર પર 74 ટેટૂ બનાવ્યાં છે.
દર ચાર કલાકે 20 મિનિટનો બ્રેક લીધો
તેણે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડનાં નિતિ નિયમો અનૂસાર દર ચાર કલાકે 20 મિનિટનો બ્રેક લીધો અને 91 કલાક સુધી ટેટૂ ચીતર્યા. અને હવે તે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળનાર વ્યક્તિ બની ગયો છે. તેની આ ઉપલબ્ધીથી તેનાં પરિવારનાં સૌ કોઇ ખુશ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.