બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત? નવરાત્રીમાં દુષ્કર્મની ત્રણ ઘટના, સુરક્ષા સામે ઉભા થયા સવાલો

ક્રાઈમ / ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત? નવરાત્રીમાં દુષ્કર્મની ત્રણ ઘટના, સુરક્ષા સામે ઉભા થયા સવાલો

Last Updated: 11:17 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા, સુરત, કચ્છમાં હવસખોરોએ યુવતીઓ સાથે દુષ્કર્મ આચરતા હડકંપ મચ્યો છે, આ તરફ કચ્છમાં પણ ગરબા રમીને પરત ફરી રહેલી યુવતી સાથે કારખાનેદારે દુષ્કર્મ આચર્યું

રાજ્યમાં એકબાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, સુરત, કચ્છમાં હવસખોરોએ યુવતીઓ સાથે દુષ્કર્મ આચરતા હડકંપ મચ્યો છે. 4 ઓક્ટોબરે વડોદરાના ભાયલીમાં આશાપુરા માતાના મંદિર પાસે મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે 5 શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

નવરાત્રી દરમિયાન દુષ્કર્મની ઘટના

સુરતના બોરસરા ગામમાં પણ આવી જ ઘટના બની હતી. 8 ઓક્ટોબરની રાતે ગામની સીમમાં એક સગીરા મિત્ર સાથે ઉભી હતી, ત્યારે 3 અજાણ્યા શખ્સો આવ્યા હતા. અને સગીરાના મિત્રને મારમારી ભગાડી દીધો હતો. ત્યાર બાદ સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરનાર 3 આરોપીમાંથી 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો: માંગરોળ દુષ્કર્મ કેસમાં આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા સુરત પોલીસનું ફાયરિંગ, 2ની ધરપકડ, એક ફરાર

PROMOTIONAL 12

કચ્છમાં દુષ્કર્મની ઘટના

આ તરફ કચ્છમાં પણ ગરબા રમીને પરત ફરી રહેલી યુવતી સાથે કારખાનેદારે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને ચક્કર આવતા ઢળી પડી હતી. ત્યાર બાદ કારખાનેદારે પાણી પીવડાવવાના બહાને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આમ રાજ્યમાં એક બાદ એક સામે આવતી દુષ્કર્મની ઘટનાએ મહિલા સુરક્ષા પર સવાલો ઉભા કરી દીધા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Crime News Vadodara Crime News Kutch Rape Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ