બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં બ્લાસ્ટ, બાજુના જ વોર્ડમાં 3 દર્દીઓ હતા દાખલ

બેદરકારી? / વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં બ્લાસ્ટ, બાજુના જ વોર્ડમાં 3 દર્દીઓ હતા દાખલ

Last Updated: 09:27 AM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ENT વિભાગના ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ સાથે આગ લાગી. આગને હાલ કાબૂમાં લઈ લેવામાં આવી છે.

વડોદરા: રાજકોટ અગ્નિકાંડનાં પડઘા હજુ શાંત પણ નથી થયા ત્યારે હવે વડોદરામાં હોસ્પિટલમાં આગળ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગી. ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ. હાલ આ આગ પર કાબૂ કરી લેવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. પણ ત્યારે હવે આ ઘટના અંગે સવાલો ઉઠી રહ્યા છે.

વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. વહેલી સવારે સ્વીચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. સદનસીબે ઘટના સમયે OTમાં કોઈ દર્દી હાજર ન હતો. ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો, જેના કારણે OTના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં 3 દર્દી દાખલ હતા. પ્રાથમિક અનુમાન છે કે ACમાં બ્લાસ્ટ થયો હશે. ઘટના સમયે કોઈ દર્દી ન હોવાથી જાનહાનિ ટળી ગઈ.

PROMOTIONAL 10

ફાયર વિભાગની ટીમ SSG હોસ્પિટલ પહોંચી

આગા લાગવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ SSG હોસ્પિટલ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. હવે ધુમાડો બહાર કાઢી સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર, વડોદરાની SSG હોસ્પિટલમાં એક્સિજન લિકેજને કારણે આગ લાગી હતી.

વધુ વાંચો: આજે કેબિનેટ બેઠક: રાજકોટ અગ્નિકાંડ પર કરાશે મહત્ત્વની ચર્ચા, વરસાદ સહિતના મુદ્દાઓ પણ આવરી લેવાશે

હાલમાં મળતી જાણકારી અનુસાર, હોસ્પિટલના ENT વિભાગમાં એક્સિજન લિકેજને કારણે આગ લાગી હતી. ત્યારે હવે સવાલો ઉઠી રહ્યા છે કે હોસ્પીટલમાં આવી બેદરકારી કેવી રીતે થઈ શકે? હજુ રાજકોટ અગ્નિકાંડની આગ બુઝી પણ નથી ત્યારે બીજો એક અગ્નિકાંડ થતા રહી ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Fire Incident SSG Hospital Fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ