વડોદરાના એક રીક્ષા ચાલક યુવાન દ્વારા વ્યાજખોરોથી કંટાળીને ગૃહમંત્રીને રજૂઆત કરવા માટે વડોદરાથી પગપાળા નીકળ્યો છે. રીક્ષા ચાલક પગપાળા ગાંધીનગર પહોંચી ગૃહમંત્રીને રજૂઆત કરશે.
"વ્યાજખોર પ્રણવ ત્રિવેદીની ઓફિસ પર સર્ચની કામગીરી ચાલુ
વ્યાજખોરોના વધેલા ત્રાસને કારણે કેટલાક પરિવારોની જીંદગી બરબાદ થઈ છે. ત્યારે સરકાર દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. જેને લઈને ઘણા વ્યાજખોર ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. વડોદરાના એક રીક્ષા ચાલક યુવાન દ્વારા વ્યાજખોરોથી કંટાળીને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા માટે વડોદરાથી પગપાળા નીકળ્યો છે. ત્યારે રીક્ષા ચાલક ગૃહમંત્રી હર્ષ સંઘવીને રીક્ષા ચાલક મળવા માટે વડોદરાથી પગપાળા નીકળ્યો છે. રીક્ષા ચાલક વડોદરાથી પગપાળા ગાંધીનગર પહોંચી વ્યાજખોરો વિરૂદ્ધ ગૃહમંત્રીને રજૂઆત કરશે.
વ્યાખોરોથી ત્રાસેલ યુવક પગપાળા નીકળ્યો ગૃહમંત્રીને રજૂઆત કરવા
વ્યાજના રૂપિયામાંથી પ્રોપર્ટી વસાવી હોવાનું સામે આવ્યું છેઃ ક્રાઈંમ બ્રાન્ય પી.આઈ.
સરકાર દ્વારા વ્યાજખોરો સામે પોલીસે લાલા આંખ કરી છે. ત્યારે વડોદરાના વ્યાજખોર પ્રણવ ત્રિવેદીની ઓફીસમાં સર્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.એફ.ચૌધરીએ કહ્યું હતું કે વ્યાજખોર પ્રણવ ત્રિવેદીની ઓફિસ પર સર્ચની કામગીરી ચાલુ છે. તેમજ તેની ઓફીસનું પંચનામું કરવાની કાર્યવાહિ ચાલી રહી છે. ત્યારે પ્રણવ પટેલની ઓફિસમાંથી વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવશે. ત્યારે વ્યાજખોરો દ્વારા વ્યાજના નાણાંથી પ્રોપર્ટી વસાવી હોવાનું પણ સામે આવ્યું છે.
કેટલા હપ્તા ભર્યા તેનું લીસ્ટ
વડોદરાના વ્યાજખોરની અટકાયત કરી જેલમાં ધકેલાયા
વડોદરામાં પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમઆ લાયસન્સ વગર નાણાં ધીરનાર વિજય ભરવાડની ફતેગંજ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલાયો છે .આરોપીએ ફરિયાદી પાસેથી 29 હજાર 500 સામે રૂપિયા 85 હજાર 400 વસૂલ્યા હતા. આ સાથે બે ગણા રૂપિયા વસૂલ્યા બાદ પણ આરોપીએ ફરિયાદીના પુત્રને ગોંધી રાખ્યો હતો. આ સાથે ફરિયાદીના આધારકાર્ડ અને ફોટોગ્રાફ લઈ કોર્ટમાં જઈ બાંહેધરી કરાવી હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં પોલીસ દ્વારા વ્યાજખોરોની ધરપકડ
સુરતમાં વ્યાજખોરો સામે સચિન અને GIDC પોલીસની ટીમે કાર્યવાહી કરી છે. વિગતો મુજબ પોલીસે 14 વ્યાજખોરોની ધરપકડ કરી છે. જેમાં શ્રમજીવી, નાના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને ઊંચા વ્યાજે નાણાં આપી રંજાડતા શખ્સો ઝડપાયા છે. GIDC વિસ્તારમાંથી 11 અને સચિન વિસ્તારમાંથી 3 વ્યાજખોરોની ધરપકડ કરી પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.