વડોદરામાં પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.એસ.જાડેજાના આપઘાત બાદ અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે હવે એસ.એસ.જાડેજાના મિત્રએ એક વીડિયો વાયરલ કર્યો છે.
PSIના મિત્રએ વીડિયોમાં ઉચ્ચ અધિકારી પર આક્ષેપ કર્યા છે. વીડિયોમાં પોલીસ ઈન્સપેક્ટર એલ.એન.વોરા પર આરોપ લગાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં તેમણે જણાવ્યુ છે કે આ મામલે પોલીસ ઈન્સપેક્ટર એલ.એન.વોરાનો હાથ હોઈ શકે છે. સાથે જ તેમણે જણાવ્યુ છે કે તેમની ઉપર બીજા પણ ઘણા કેસ ચાલી રહ્યા છે. આ મામલે તેમણે તપાસ કરવાની માગ પણ કરી છે.. જોકે વીડિયોમાં થયેલા આક્ષેપ બાબતે હજી કોઇ પણ પુષ્ટિ થઈ નથી.
નોંધનીય છે કે રવિવારના રોજ વડોદરામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં PSI એસ.એસ.જાડેજાએ સર્વિસ રિવોલ્વરથી ગોળી ચલાવીને આપઘાત કર્યો હતો. નોકરીથી કંટાળી જવાનો તેમને સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.