બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની સિગ્નસ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ

ખળભળાટ / વડોદરાની સિગ્નસ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ

Last Updated: 12:37 PM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર શાળા પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં અગાઉ પણ અનેક શાળાઓને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

Vadodara News : વડોદરા શહેરમાં વધુ એક શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે અને શહેરની પોલીસ દોડતી થઇ ગઇ છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચુક્યો છે.

આ પણ વાંચો : 'એક સમયે હું બ્રાયન લારાનો ચાહક હતો, આજે..', ત્રિનિદાદ અને ટોબેગોમાં બોલ્યા PM મોદી

સમગ્ર શાળા પરિસર ખાલી કરાવાયું

સમગ્ર શાળા પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં અગાઉ પણ અનેક શાળાઓને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. અમદાવાદમાં પણ અગાઉ આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચુક્યાં છે. જે મામલે એક મહિલાની ધરપકડ પણ થઇ ચુકી છે. જો કે હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં પણ મળતી હતી ધમકી

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગત અઠવાડિયે ગુજરાતમાં 13 ધમકીભર્યા ઇ-મેલ મળ્યા બાદ પોલીસ પણ ઉંડી તપાસમાં જોતરાઇ હતી. ચેન્નઈની IT એન્જિનિયર રેની જોશીલ્ડાની ધરપકડ કરાઇ હતી. જેમાં બોયફ્રેંડને ફસાવવા માટે તેણે સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું. જો કે તેની ધરપકડ બાદ પણ આ પ્રકારની ધમકીઓ ચાલુ રહેતા પોલીસ દોડતી થઇ છે.

કમિશ્નરે કહ્યું તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન થઇ રહ્યું છે

વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના અનુસાર નવા ઇ-મેલનું કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈ-મેલ પ્રકારનું જ છે. જો કે આ વખતે 'મદ્રાસ ટાઇગર્સ' તરફથી ધમકી મળી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે હાજર છે. સમગ્ર શાળા પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ- ઓપરેશન ચલાવાઇ રહ્યું છે.

અમદાવાદ બાદ હવે વડોદરાનો વારો

અત્રે નોંધનીય છે કે, 12 દિવસમાં વડોદરાની ત્રણ અલગ અલગ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જો કે ક્યાંય પણ કશુ મળ્યું નથી પરંતુ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. હાલ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવાઇ રહી છે. ધમકી આપનારને શોધવાના પ્રયાસો થઇ રહ્યા છે. બીજી તરફ વાલીઓમાં પણ ફફડાટ છે. બાળકોને શાળાએ મોકલવા કે કેમ અને મોકલ્યા બાદ તેઓ સુરક્ષિત છે કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bomb Threat Vadodara Police Vadodara's Cygnus School
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ