ગણેશ ઉત્સવ વચ્ચે વડોદરા પોલીસ સજ્જ, લગાવ્યા 400 CCTV કેમેરા 

By : vishal 04:57 PM, 14 September 2018 | Updated : 04:57 PM, 14 September 2018
ગણેશ ઉત્સવની શરૂઆત થઈગઈ છે ત્યારે વડોદરાના આ મહાઉત્ત્સવમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સજ્જ બની છે. વડોદરા શહેરના સંવેદનશીલ ગણાતા ચાર દરવાજા વિસ્તારને 400 સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે અને પોલીસની આ ત્રીજી આંખ સમગ્ર વિસ્તારમાં બાજ નજર રાખશે. 

વડોદરા શહેરના સૌથી મોટો ઉત્સવ એટલે ગણેશ મહોત્સવ માનવામાં આવે છે. વડોદરા શહેરમાં 2500 ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સ્થાપનાથી સારું કરીને વિશર્જન સુધીના સમયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ માટે ખુબજ કપરી કામગીરી છે. 

પાછલા વર્ષોમાં ગણેશઉત્સવ દરમ્યાન કોમી તોફાનો બનવાના બનવો બન્યા હતા. જેના કારણે આ વખતે પોલીસે ચાર દરવાજા વિસ્તારના 7 પોલીસ સ્ટેશનોમાં એક મહિનાથી આભ્યાસ કરીને સંવેદન શીલ સ્થળો નક્કી કાર્ય છે અને આવા સ્થળો પણ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે 400 કેમેરા હતા અને અન્ય 70 કેમેરા લગાવવા માવી રહ્યા છે. આ તમામ સીસીટીવી કેમરા માટે 10 જેટલા ટેમ્પરરી કંટ્રોલ રૂમો ઉભા કરવામાં આવ્યા છે અને અહીં ગણેશ વિશર્જન યાત્રા અને ગણેશ પંડાલોની તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.

વર્ષોના અનુભવ બાદ પોલીસે આ વખતે વડોદરાના ચાર દરવાજા વિસ્તારના જે સંવેદનશીલ વિસ્તારો છે અને જ્યાંથી ગાનહેસ યાત્રા પાર કાંકરીચાળો કરવામાં આવે છે.

તેવા તમામ સ્થળો પર નજર રાખવા માટે સીસીવીટી કેમેરા ઉપરાંત ડ્રોન કેમેરા ,પોલીસના ખાસ વાહનો પ્રહરી અને નેત્ર દ્વારા પણ આ વિસ્તારોમાં સતત કેમેરાની ત્રીજી આંખથી નજર રાખવામાં આવશે અને જો કોઈ પણ ઘટના બનશે તો આ તમામ કેમરાની મદદથી દોષિત તત્વોને પકડવામાં આવશે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા પોલીસ કમિશ્નર આ વખતે વડોદરાનો ગણેશ ઉત્સવ અને તાજીયાનો ઉત્સવ શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ તહેવારો આગાઉથી જ વડોદરાના નામચીન કુખ્યાત તત્વોને જેલના હવાલે કરી દીધા છે. તેમ છતાં કોઈજ પ્રકારની ચૂકના રહે તે માટે પોલીસ ત્રીજી આંખનો સહારો લીધો છે અને 400 જેટલા સિસિટીવી કેમરા લગાવીને ભાંગફોડિયા તત્વોને ચેતવણી પણ આપી દીધી છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story