બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરા પોલીસ ક્યાં મરી તમારી સેવા? આસુંડા સારતા વૃદ્ધને કલાકો સુધી બેસાડ્યા, દીકરો-વહૂ આપે છે પ્રતાડના

બેદરકારી / વડોદરા પોલીસ ક્યાં મરી તમારી સેવા? આસુંડા સારતા વૃદ્ધને કલાકો સુધી બેસાડ્યા, દીકરો-વહૂ આપે છે પ્રતાડના

Last Updated: 02:04 PM, 3 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસ્કારી નગરીના સંસ્કાર આજે લજવાયા હતા. જેમાં એક વૃદ્ધની પીડા પોલીસે ન સાંભળતા વૃદ્ઘાને હાલાકી વેઠવાની વારી આવી હતી. ઉપરાંત વૃદ્ધાને કલાકો સુધી બેસાડ્યા બાદ પણ ફરિયાદ ન લેવામાં આવતા શહેરીજનોમાં પોલીસ પ્રત્યે રોષ જોવા મળ્યો છે.

વડોદરા સંસ્કારી નગરી તરીકે જાણીતી છે. ત્યારે આ નગરીના સંસ્કારના બિરૂદને આજે ઠેસ પહોંચે તેવી ઘટના સામે આવી છે. જેમાં લોકોની રક્ષા કરતી પોલીસ માનવતા ભૂલી ગઇ હતી.

મળતી માહિતી મુજબ વડોદરા પોલીસ માનવતા મરી પરવારી હોય એવી સ્થિતિ સામે આવી છે. જેમાં માંજલપુલ વિસ્તારમાં પુત્ર અને પૂત્રવધૂથી પીડિત વૃદ્ધા માંજલપુર પોલીસ સ્ટેશને મદદ માટે આવ્યા હતા. ત્યારે ફરિયાદ લઇને તેઓની સામે પગલાં ભરવાની જગ્યાએ માંજલપુર પોલીસે વૃદ્ધ મહિલાને કલાકો સુધી બેસાડી રાખ્યા હતા. વૃદ્ધાની આંખના આંસુ પણ માંજલપુર પોલીસને દેખાયા ન હતા.

દીકરા અને પુત્રવધૂએ માર માર્યાની ફરિયાદ લઈને વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સૂરજ બાના મોઢામાં ઘાના નિશાન પણ જોવા મળ્યા હતા. ત્યારે કલાકો સુધી વૃદ્ધા આંસુ સારતા રહ્યાં અને પોલીસ નિષ્ઠુર બનીને જોતી રહી હતી. જે બાદ મદદની આશાએ ગયેલા વૃદ્ધા રડમસ ચહેરે પરત ફર્યા હતા. ત્યારે લોકોની મુશ્કેલીઓ દૂર કરતી પોલીસે આજે માતાને વધારે પરેશાનીમાં મુક્યા હતા.

વધુ વાંચોઃ ચિત્રના શિક્ષકની ગંદી હરકત! વૉશરૂમમાં મહિલાઓના ચોરી છૂપે બનાવતો વીડિયો, થઈ ધરપકડ

વડોદરાની માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મીઓની આ ઘોર બેદરકારીના કારણે વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં અમુક રહીશોએ જણાવ્યું હતુ કે કોઇ મોટા લોકોના પ્રસંગે ખડે પગે રહેતી પોલીસને આવા લોકોની પરેશાનીની સહેજ પણ પડી નથી. આખા સ્ટેશનને સસ્પેન્ડ કરીને વૃદ્ધાની માફી મંગાવવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Police Vadodara Police Negligence Vadodara Incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ