બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / vadodara M.S. University student forced by strangulation

વડોદરા / એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનું ગળું દબાવી બળજબરી, છેડતીથી હતપ્રભ થયેલી યુવતી ત્રણ દિવસ સુધી ઘરમાં જ પુરાઈ રહી

Mahadev Dave

Last Updated: 11:14 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી બહારના યુવકે વિદ્યાર્થીનીનું ગળું દબાવી બળજબરી કરતા ચકચાર મચી હતી. આ મામલે હતપ્રભ થયેલી યુવતી ત્રણ દિવસ સુધી ઘરમા જ પુરાઈ રહી હતી. જેને ત્રણ દિવસ બાદ ફરિયાદ નોંધાવી હતી.

  • વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીનીની છેડતી 
  • યુનિવર્સિટી બહારના યુવકે વિદ્યાર્થીનીનું ગળું દબાવી બળજબરી કરી
  • છેડતીની ઘટનાથી હતપ્રભ થયેલી યુવતી ત્રણ દિવસ સુધી ઘરમા જ પુરાઈ રહી

વડોદરાની એમ.એસ યુનિવર્સીટી વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે જેમાં વધુ એક વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે યુનિવર્સીટી બહારના યુવાને ગળું દબાવી બળજબરી કર્યાની ઘટનામા હતપ્રભ બનેલી છાત્રા ત્રણ દિવસ સુધી ઘરમાં જ પુરાઈ રહ્યા બાદ પરિવારજનોએ હિંમત આપતા સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે તત્કાળ આરોપીને દબોચી લીધો છે.


કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે છેડતી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની યુનિવર્સીટી બહારના યુવાને છેડતી કરી ગળું દબાવી હુમલો કરવાની સાથે બળજબરી આચરી હતી. આ નરાધમ શખ્સનું નામ ઘનશ્યામ સૂર્યવંશી હોવાનું સામે આવ્યું છે.વધુમાં કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે છેડતી અને હુમલોની ઘટના બનતા ગભરાઈ ગયેલી છાત્રા સુનમુન બની ત્રણ દિવસ સુધી ઘરમાં જ રહેતા પરિવારજનોએ હિંમત આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને યુવતીના ઘર નજીક જ રહેતા આરોપી ઘનશ્યામ સૂર્યવંશી વિરુદ્ધ વિદ્યાર્થિની દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

યુવતીએ બાદ ફરિયાદ નોંધાવતા નરાધમની ધરપકડ
ઉલ્લેખનિય છે કે, છાત્રા સાથે છેડતી કરી ગળું દબાવી બળજબરી કરનાર  આરોપી ઘનશ્યામ સૂર્યવંશી વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

M.S. University student vadodara એમ.એસ. યુનિવર્સિટી છેડતી બળજબરી vadodara
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ