Vadodara Manpa's SCADA project fails to give water says people
આક્ષેપ /
વડોદરામાં સ્કાડા પ્રોજેક્ટનું સૂરસૂરિયું: કરોડોમાં ખર્ચે પાણીના મીટર નાંખ્યા પણ પાણી જ નથી આવતું
Team VTV01:45 PM, 22 Jun 22
| Updated: 06:23 PM, 24 Jun 22
વડોદરા મનપાનો કરોડોના ખર્ચે શરૂ કરેલો પ્રોજેક્ટ સ્કાડા ગયો પાણીમાં,પાણી આપવામાં તંત્ર નિષ્ફળ ગયુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
વડોદરા મનપાનો સ્કાડા પ્રોજેક્ટ પાણીમાં
પાણીના મીટર શોભાના ગાંઠિયા સમાન બન્યા
સ્થાનિકોએ પુરતુ પાણી ન અપાતો હોવાનો લગાવ્યો આરોપ
વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત કરોડો ખર્ચે કાર્યરત કરવામાં આવેલો સ્કાડા પ્રોજેક્ટ નિષ્ફળ સાબિત થયો હોવાનું સામે આવ્યું છે. આ પ્રોજેક્ટ થકી પાણીનું કંટ્રોલિંગ નિયમન, રિયલ ટાઈમ તથા ઓટોમેટીક સિસ્ટમ કરવાની વાત કરી હતી પરંતુ તેમાં તંત્ર સંપૂર્ણ પળે ફેઇલ ગયુ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. વડોદરાના નાગરિકોની સુખાકારી માટે બે વર્ષ અગાઉ આ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો.
'પાણીના મીટર શોભાના ગાંઠિયા સમાન'
વડોદરા મનપાએ સ્કાડા પ્રોજેક્ટ હેઠળ ઘરે ઘરે પાણીના મીટર નાંખ્યા હતા. 24 કરોડનો ખર્ચે કરીને પૂર્વ વિસ્તારમાં પાણીના મીટર નાંખવામાં આવ્યા હતા. પરંતુ 3 વર્ષ પહેલા નાંખેલા પાણીના મીટર આજે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. આજવા રોડ પર આવેલી પૂજા પાર્ક સોસાયટીના સ્થાનિકોએ કોર્પોરેશન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે કોર્પોરેશનનો પ્રોજેક્ટ માત્ર કાગળ પર, અમલ નથી થયો.
પીવાનું પાણી અડધો કલાક માંડ આવે છે- સ્થાનિક
સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ થકી કોર્પોરેશને 24 કલાક પાણી આપવાનો વાયદો કર્યો હતો પરંતુ અડધો કલાક માંડ પીવાનું પાણી મળે છે. અમારે પાણીના જગ બહારથી મંગાવવા પડે છે તેમજ વપરાશ માટે પાણી પુરતુ ન હોવાથી ટેન્કર મંગાવવા પડે છે. મહત્વનું છે કે સમાન રીતે પીવાના પાણીના વિતરણનો પાલિકાએ દાવો કર્યો હતો પરંતુ દાવા પોકળ સાબિત થતા સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ વડે પાણી કેટલું આવ્યું , કેટલું ક્યાં વિતરણ કર્યું, કેટલું પાણી ગાયબ થયું તે તમામ માહિતી વિગતવાર મળી રહે છે. જો આ પ્રોજેક્ટનો યોગ્ય ઉપયોગ થાય તો તમામ નાગરિકોને પાણીની પૂરતા પ્રેશરથી સુવિધા મળી રહે તેમ છે.