Vadodara maktampura girl child rape case accused arrested
દુષ્કર્મ /
ટ્યુશન ટીચરે ગુડ ટચ - બેડ ટચની સમજ આપી તો બાળકીઓ રડી પડી અને નરાધમ ઝડપાયો
Team VTV05:57 PM, 08 Oct 20
| Updated: 06:34 PM, 08 Oct 20
વડોદરાના મકરપુરા વિસ્તારમા એક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકેની નોકરી કરતા શખ્સે તેના જ એપાર્ટમેન્ટમાં રહેતી ત્રણ માસુમ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરતાં હડકંપ મચી જવા પામ્યો છે.
વડોદરા એપાર્ટમેન્ટમાં બની શરમજનક ઘટના
ત્રણ બાળકી સાથે શારીરિક અડપલા
આરોપી શખ્સની ધરપકડ
મકરપુરા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રજનીકાંત મહતો રહે છે, તે ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. રજનીકાંતને લગ્નના 15 વર્ષ બાદ એક બાળકનો જન્મ થયો જેથી બાળકને એપાર્ટમેન્ટમાં રહેતી નાના બાળકીઓ રમાડવા જતો. તે દરમિયાન વિકૃત માનસિકતા ધરાવતો રજનીકાંત બાળકીઓને શારીરિક અડપલા કરતો. જેથી બાળકીઓ ખૂબ જ ભયભીત રહેતી હતી.
દુષ્કર્મ સમક્ષક કલમ અને પોસ્કો કલમ હેઠળ આરોપી રજનીકાંત મહતો સામે ફરિયાદ
એક બાળકીને તેની ટ્યુશન શિક્ષક ગુડ ટચ બેડ ટચ ની સમજ આપી રહી હતી તે દરમિયાન બાળકી રડી પડી અને તેને સમગ્ર ઘટના વિશે જાણ કરી જેથી શિક્ષક એ બાળકીના માતા પિતાને જાણ કરી. જેથી તેમને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી. પોલીસે નવા કાયદા મુજબ દુષ્કર્મ સમક્ષક કલમ અને પોસ્કો કલમ હેઠળ આરોપી રજનીકાંત મહતો સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે.
બાળકીના પિતાએ આરોપીને ઉમ્ર કેદ અથવા ફાંસીની સજા મળે તેવી માંગ
આરોપી રજનીકાંતને પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લાવી ત્યારે તેનો 10 વર્ષ જૂનો પારિવારિક મિત્ર તેને છોડાવવા પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. અને આરોપી નિર્દોષ હોવાની કેફિયત પોલીસ સમક્ષ વ્યક્ત કરી. પરંતુ આરોપી એ જે મિત્ર તેને છોડાવવા આવ્યો હતો તેની બે નાની બાળકીઓ સાથે પણ શારીરિક અડપલાં કર્યા હોવાનું પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો જેથી મિત્રના પગ નીચેથી જમીન સરખી ગઈ. ભોગ બનનાર બાળકીના પિતાએ આરોપીને ઉમ્ર કેદ અથવા ફાંસીની સજા મળે તેવી માંગ કરી છે.
વડોદરા પોલિસે શરૂ કરેલી ગુડ ટચ બેડ ટચની મુહિમ આજે ખરા અર્થ મા સાર્થક થઈ છે છેલ્લા દોઢ વર્ષ થી નાની બાળકીઓ નુ શારિરીક સોષણ કરતો નરાધમ જેલ ના સળિયા પાછળ ધકેલાયો છે.