Makar sankranti 2022 /
મોટા સમાચાર: આ શહેરમાં પતંગ બજાર 9 વાગે જ બંધ, 4 વાગ્યાથી વાહનોને નો એન્ટ્રી
Team VTV11:29 AM, 13 Jan 22
| Updated: 11:32 AM, 13 Jan 22
રાજ્ય સહિત વડોદરામાં વધતાં જતાં કોરોના કેસોના પગલે ચાલુ વર્ષે વડોદરામાં પતંગ બજારો વહેલા બંધ કરવાનો નિર્ણય વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.
વડોદરામાં પતંગ બજારોને લઇ નિર્ણય
પતંગ બજારો વહેલા બંધ કરવાનો નિર્ણય
રાત્રે 9 વાગ્યે બંધ થશે પતંગ બજાર
વડોદરામાં નાઇટ કરફ્યુના કારણે પતંગ બજાર વહેલા થશે બંધ
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં વેપારીઓએ આ વખતે વહેલા પતંગ બજારને બંધ કરવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, વડોદરા શહેરમાં રાત્રી કર્ફ્યુ અમલમાં હોવાથી પોલીસ દ્વારા વેપારીઓને સમજાવવામાં આવ્યાં હતાં. જેના પગલે વેપારીઓએ પતંગ બજારો રાત્રે 9 વાગ્યે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પોલીસ કમિશ્નર દ્વારા પતંગ બજારમાં ભીડને પગલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં માંડવી રોડ પર સાંજે 4 વાગ્યાથી વાહનોની નો એન્ટ્રી રહેશે