કહેર / કોરોનાને લઇને વડોદરા ચાર ઝોનમાં વહેચાયું, આ પ્રમાણે કામગીરીને આપવામાં આવશે પ્રાથમિકતા

કોરોનાને લઈને વડોદરા ચાર ઝોનમાં વહેચાયું છે. નાગરવાડા અને તાંદળજા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તો ઓરેન્જ ઝોનમાં મોગલવાડા, યાકુતપુરા, બહારકોલો, દૂધવાળો, નવાપુરાનો અમુક વિસ્તારનો સમાવેશ કરાયો છે. તો મેમણકોલોની, તાંદળજા ગામ, કાળી તલાવડીનો પણ સમાવેશ કરાયો છે. જ્યારે યેલો ઝોનમાં ફતેપુરા, કિશનવાડી, એકતાનગર, રામદેવનગર, સોમતળાવ, આર્દશનગરનો સમાવેશ કરાયો છે. તો અનુપનગર, ધાધરેટિયા, કુંભારવાડા અને નવાયાર્ડનો પણ યેલો ઝોનમાં સમાવેશ કરાયો છે. તો આ તરફ અન્ય ત્રણ ઝોન સિવાયના મનપાનો સમગ્ર વિસ્તાર ગ્રીન ઝોનમાં સમાવેશ કરાયો છે. ઝોન પ્રમાણે કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. રેડ ઝોનમાં 40થી 50 ટકા સેમ્પલ લેવામાં આવશે. તો ઓરેન્જ ઝોનમાં અને યલો ઝોનમાં પણ 20 ટકા સેમ્પલ લેવામાં આવશે.જ્યારે ગ્રીન ઝોનમાં 10થી 20 ટકા સેમ્પલ લેવામાં આવશે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ