વડોદરા: શહેરમાં આવકવેરા વિભાગે શાહ ટ્રેડર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે IT વિભાગની એક ટીમ દ્વારા શાહ ટ્રેડર્સમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. મળતી વિગતો પ્રમાણે મોટા પાયે બેનામી વ્યવહારો બહાર આવે તેવી શકયતા સેવાઇ રહી છે.
નોંધનીય છે કે હાલમાં IT વિભાગ સક્રિય થયું છે. ત્યારે દરરોજ વિવિધ કંપની પર એક બાદ એક દરોડા પાડવામાં આવી રહ્યા છે. એમાં શાહ ટ્રેડર્સ પણ બાકાત નથી. આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.