બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરીમાં પણ જોખમ, સેફ્ટી વગર જ કર્મચારીઓ પાસે હોર્ડિંગ્સ ઉતારાવાયા

બેદરકારી / વડોદરામાં હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરીમાં પણ જોખમ, સેફ્ટી વગર જ કર્મચારીઓ પાસે હોર્ડિંગ્સ ઉતારાવાયા

Last Updated: 10:23 PM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: ગુજરાતના વડોદરામાં જ્યાં પહેલા તો શહેરના રસ્તાઓ પર લગાવવામાં આવેલા જોખમી હોર્ડિંગ્સને મુંબઈની ઘટના પછી પણ ઉતારવામાં આવ્યા નહોતા

મુંબઈમાં હોર્ડિંગ્સ પડવાની ઘટનામાં પડતા તો દરેક રાજ્યમાં પડ્યા. પરંતુ ગુજરાતમાં તો વીટીવી ન્યૂઝ અહેવાલ બતાવે પછી તંત્ર જાગે છે. અને જાગે છે તો પણ તેમાં પણ જોખમ રહેવું છે. થોડા દિવસ પહેલા જ મુંબઈમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા વચ્ચે એક મહાકાય હોર્ડિંગ્સ પડતા 17 લોકોના મોત થયાં હતાં. અને આ ઘટનાના પડઘા દરેક રાજ્યોમાં પડ્યા. પરંતુ ગુજરાતમાં તો તંત્રને જગાડવામાં આવે ત્યારે જાગે છે.

VTV NEWSના અહેવાલ બાદ જાગ્યું તંત્ર

ગુજરાતના વડોદરામાં જ્યાં પહેલા તો શહેરના રસ્તાઓ પર લગાવવામાં આવેલા જોખમી હોર્ડિંગ્સને મુંબઈની ઘટના પછી પણ ઉતારવામાં આવ્યા નહોતા. પરંતુ વીટીવી ન્યૂઝે આ અંગે સવારે અહેવાલ રજૂ કર્યો અને સાંજ પડતા તંત્ર જાગ્યું અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી. પરંતુ તેમાં પણ જોખમ જ જોવા મળ્યું. કર્મચારીઓ દ્વારા હોર્ડિંગ્સ તો ઉતારવામાં આવી રહ્યા છે. પરંતુ તેમની સેફ્ટીને લઈને કોઈપણ તકેદારી રાખવામાં આવી નથી. તેવામાં જો હાથ છૂટ્યો કે, બેલેન્સ ગયું તો સમજો જીવ પણ ગયો.

વાંચવા જેવું: ચૂંટણી પહેલા શેરબજારમાં તેજી, ચૂંટણી પછી રહેશે? તેજીને એક્સપર્ટ કઇ રીતે જુએ છે?

હોર્ડિંગ્સ ઉતારવામાં પણ જોખમ!

જોખમી હોર્ડિંગ્સ ઉતારવામાં પણ કર્મચારીઓ જોખમ ખેડતા નજરે પડ્યા. તેવામાં આશા રાખીએ કે, ઉંઘતું મનપાનું તંત્ર ઓચિંતું જાગે પરંતુ જાગ્યા પછી પણ કર્મચારીઓની સેફ્ટીનું પણ ધ્યાન રાખે.

સંકળાયેલા મુદ્દાઓ

Hoardings Removal Incident Vadodara Hoardings Taken Vadodara News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ