સ્વાઇન ફ્લૂઃ કેન્દ્ર સરકારની આરોગ્ય ટીમ સતર્ક, વડોદરા સયાજી હોસ્પિટલની લીધી મુલાકાત

By : admin 03:36 PM, 10 February 2019 | Updated : 03:36 PM, 10 February 2019
વડોદરાઃ કેન્દ્ર સરકારની આરોગ્યની ટીમ વડોદરા પહોંચી હતી. વડોદરા પહોંચીને આ આરોગ્યની ટીમે તપાસ હાથ ધરી હતી. સ્વાઈન ફ્લૂનો કહેર વધતા કેન્દ્રની આરોગ્ય ટીમ વડોદરા પહોંચી હતી. વડોદરા પહોંચીને સયાજી હોસ્પિટલમાં ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

સ્વાઈન ફ્લૂ વોર્ડમાં આરોગ્ય ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સમીક્ષા કરવામાં આવી. મહત્વની વાત છે કે, આરોગ્ય ટીમ દ્વારા અહીં ચેકિંગ કરવામાં આવ્યું છે તે અંગે ટીમ એક રિપોર્ટ તૈયાર કરશે. બાદમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને આ આરોગ્યની ટીમ ભારત સરકારને સોંપશે.

મહત્વનું છે કે સયાજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ અંગેની તપાસ કર્યા બાદ કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ રિપોર્ટ તૈયાર કરશે અને તે રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે. મહત્વપૂર્ણ છે કે, વડોદરાની સયાજી હોસ્પિટલમાં વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી પણ સ્વાઇન ફ્લૂની સારવાર માટે દર્દીઓ આવે છે અને કેટલાંક દિવસથી વડોદરામાં સ્વાઇન ફ્લૂનાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત્ ચાલી રહેલ છે. ત્યારે હવે રાજકોટમાં સ્વાઈન ફ્લૂનાં કારણે 68 વર્ષીય પુરૂષનું પણ મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પુરૂષનું મોત થયું છે. મહત્વનું છે કે, આ સીઝનમાં સ્વાઈન ફ્લૂએ ફફડાટ મચાવી દીધો છે. રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂની મોટા પાયે અસર જોવાં મળી રહી છે. રાજકોટમાં સ્વાઈન ફ્લૂનાં કારણે 40 દિવસમાં 32 લોકોનાં મોત થયાં છે.

બીજી બાજુ જામનગરમાં પણ સ્વાઈન ફ્લુનો કહેર યથાવત્ રીતે જોવા મળી રહેલ છે. ત્યારે હવે જિલ્લાની જીજી હોસ્પિટલમાં સારવાર લેતાં વધુ એક દર્દીનું મોત થયું છે. આ સીઝનમાં જિલ્લામાં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લુથી 6 લોકોનાં મોત થયાં છે.

જ્યારે હાલમાં 15 દર્દીઓ સ્વાઈન ફ્લૂનાં વોર્ડમાં સારવાર હેઠળ છે. સાથે સાથે બનાસકાંઠામાં પણ સ્વાઇન ફ્લૂનો કહેર વકર્યો છે. લાખણીનાં આગથળા ગામે સ્વાઈફલૂથી આધેડનું મોત નિપજ્યું છે. 50 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું છે. અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂથી 8 લોકોનાં મોત નિપજ્યાં. હાલમાં 25 લોકો સ્વાઈન ફલૂ વોર્ડમાં સારવાર હેઠળ છે.Recent Story

Popular Story