વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગુજરાતી ફિલ્મ સ્માઈલ કિલરના ડિરેક્ટરનો આપઘાત

By : kavan 02:44 PM, 25 July 2018 | Updated : 02:45 PM, 25 July 2018
વડોદરા: ગુજરાતમાં ગરીબ ખેડૂતો પછી વ્યાજખોરના ત્રાસથી વધુ એક ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરનો ભોગ લેવાયો છે. વડોદરામાં ગુજરાતી ફિલ્મ સ્માઈલ કિલરના ડિરેક્ટરે ગળેફાંસો લગાવી આપઘાત કર્યો છે. ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર હિતેશ પરમારે વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, આ મામલે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ચિઠ્ઠી મળી આવી છે. ઉસ્માન પટેલ વ્યાજની ઉઘરાણી કરતા હતા. સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, ફરીથી જન્મ મળશે તો ઉસ્માનભાઈ તમને નહી છોડું તેમ લખાયું હતું. આ સમગ્ર મામલે વરણામાં પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે અહી અનેક પ્રકારના સવાલ થાય છે. જીવલેણ વ્યાજખોરો સામે લગામ ક્યારે ? 

ક્યાં સુધી વ્યાજના વિષચક્રમાં હોમાતી રહેશે જીંદગીઓ? ઉસ્માન પટેલ વિરૂદ્ધ ક્યારે થશે કાર્યવાહી ? ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ કયારે અટકશે ? વ્યાજખોરો કયાં સુધી જીવ લેતા રહેશે? વ્યાજખોરો સામે ક્યાં સુધી દમ તોડતા રહેશે નિર્દોષો ? જેવા તમામ સવાલો થાય છે.  

શું લખ્યું છે ચિઠ્ઠીમાં...

સોરી...પપ્પા અને મમ્મી મને માફ કરજો હું કંટાળી ગયો હતો, આ જીવનથી. પ્રિયંકા મને માફ કરજે, આમાં તારો કોઈ દોષ નથી. હું પોતે આ પગલું ઉઠાવું છું, મારી રાજી ખુશીથી. ઉસ્માનભાઈ પટેલ (ઉસ્માન લોંગ) આ માણસને 2 વર્ષથી પૈસા આપીને કંટાળી ગયો છું. બે વખત ઘરે બબાલ પણ કરી ચુકયો છે અને આજે ફરી બબાલ કરી, એ વ્યાજના પૈસા માંગ-માંગ કરે છે. 

જ્યારે મેં તેને કેટલા પૈસા આપી ચુકયો છું, છતાં મને એ ધમકી આપ્યા કરે છે. એની પાસે મારા ચેક છે એટલે ધમકી આપે છે, જ્યારે એને મેં અત્યાર સુધી અઢી લાખ રૂપિયા વ્યાજ આપી ચુક્યો છું. થોડા દિવસ પહેલાં જ મેં 25 હજાર અને ત્યારબાદ 20 હજાર આપ્યાં, તો પણ હજુ 45 હજાર રૂપિયા માંગે છે. 

કોઈ કાનુન-કાયદામાં નથી કે છોકરાનું દેવું પપ્પા ચૂકવે, તમે કોઈને એકપણ રૂપિયો આપતા નહીં. બધા જ જુઠ્ઠા છે, ધમકી આપે છે કે તારી સાસરીમાં ઈજ્જત કાઢી નાખીશું. એટલે આ પગલું ઉઠાવું છું. ઉસ્માન કાકા જો મને ફરી જન્મ મળ્યો તો હું તમને નહીં છોડું.  

LOVE YOU મમ્મી અને પપ્પા 
LOVE YOU પ્રિયંકા 
LOVE YOU ફોઈ 

સોરી પ્રિયા મને માફ કરજે મારી બેન, મમ્મી, પપ્પાની જવાબદારી હવે તારી. પ્રિયકાં તું બીજા લગ્ન કરી લેજે. ફોઈ મને માફ કરજો, જીજાજી મને માફ કરજો. પપ્પા-મમ્મીને સાચવજો. સોરી. સાચે હું સ્માઇલ કિલર છું. બધાની હસી હું લઈ જઉં છું પણ હું મજબુર છું. મને માફ કરજો. પપ્પા તમારા જેવાં પપ્પા બધાને મળે પણ મારા જેવો છોકરો કોઈને ના આપે.  
Sorry  
                                     લિ. હિતેશ પરમાર  Recent Story

Popular Story