બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ચાઈનીઝ એપથી લોન લેવી યુવતીને ભારે પડી, અપાઇ બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી
Last Updated: 11:29 AM, 8 January 2025
વડોદરા: સમાજમાં વ્યાજખોરીનું દૂષણ એટલી હદે ઘૂસી ગયું છે કે આ વિષચક્રમાં ફસાયેલો વ્યક્તિ કંઈ પણ કરીને તેમાંથી બહાર નીકળી શકતો નથી. રાજ્યના કોઈને કોઈ ખૂણેથી વ્યાજના દૂષણના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે ગુજરાતના વડોદરાથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતી લોન અને વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગઈ.
ADVERTISEMENT
વડોદરાના અલકાપુરીમાં યુવતીને ચાઈનીઝ એપથી લોન લેવી ભારે પડી ગઈ. યુવતીને લોન ન ચૂકવી તો બિભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી મળી. યુવતીને ધમકી આપવામાં આવી કે જો લોન નહીં ભરી તો ગંદા મેસેજ અને નગ્ન ફોટો વાયરલ કરી દેશે. આ લોન ચૂકવવા માટે યુવતીએ અલગ-અલગ સમયે સાત અલગ-અલગ લોકો પાસેથી જુદી-જુદી રકમ વ્યાજે લીધી હતી, પરંતુ પછીથી વ્યાજખોરોએ યુવતી પર દબાણ કરી પૈસાની ઉઘરાણી કરીને તેનું શારીરિક શોષણ કરતા હતા.
ADVERTISEMENT
સમગ્ર મામલો એવો છે કે યુવતીને રૂપિયાની જરૂર હતી, ત્યારે તેને એક ચાઇનીઝ એપ ડાઉનલોડ કરીને તેના દ્વારા લોન લીધી હતી. આ લૂણ નહીં ચૂકવે તો બિભત્સ ફોટો વાયરલ કરી દેવાની ધમકી મળી. જેથી આ લોન ચૂકવવા માટે યુવતીએ 7 લોકો પાસેથી 63.37 લાખ વ્યાજે લીધા. યુવતીએ વ્યાજખોરોને 63.37 લાખની સામે 1.41 કરોડ ચૂકવ્યા, છતાં પણ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા. સાથે જ વ્યાજખોરો રૂપિયાની ઉઘરાણી કરીને યુવતીનું આર્થિક-શારીરિક શોષણ કરતા હતા.
નાણાં કરતા બમણી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો ત્રાસ આપતા હતા. યુવતીએ 63.37 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે યુવતીએ આ સાતેય લોકોને વ્યાજ સહિત 1.41 કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા. છતાંય, આ સાતેય લોકો તેની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરીને વારંવાર ધમકી આપતા હતા. જેનાથી કંટાળીને યુવતીએ પોલીસ પાસે મદદ માંગી. પરંતુ પોલીસ મદદ માટે તૈયાર ન થતા વાત માનવ અધિકાર પંચ સમક્ષ પહોંચી. માનવ અધિકાર પંચને ફરિયાદ થતા આખરે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કર્યો.
યુવતીએ જયદીપ ધીરુભાઈ પરડવા પાસેથી 21.49 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, અને વ્યાજ સહિત 61.22 લાખ ચૂકવ્યા. જયારે ઝીલ વિક્રાંત દીક્ષિતે શીતલ ભટ્ટ પાસેથી 29 હજાર અપાવ્યા હતા, જેને 59 હજાર ચૂકવી દીધા પછી પણ ઝીલે અને શીતલ ભટ્ટે ઉઘરાણી ચાલુ રાખી. પારુલ રાકેશ શાહ પાસેથી 14.89 લાખ લીધા હતા, 27.71 ચૂકવ્યા તેમ છતાં ઉઘરાણી ચાલુ રાખી. હસ્મિતા પટેલ પાસેથી 4.64 લાખ લીધા અને 23.52 ચૂકવ્યા તેમ છતાં ઉઘરાણી ચાલુ રાખી. શિવમ શર્મા પાસેથી 5.74 લાખ રૂપિયા વ્યાજે લીધા, 6.66 લાખ ચૂકવ્યા તેમ છતાં ઉઘરાણી ચાલુ રાખી. મયંક પટેલ પાસેથી 16.30 લાખ રૂપિયા લીધા અને 21.65 લાખ ચૂકવ્યા તેમ છતાં ઉઘરાણી ચાલુ રાખી. યુવતીએ વ્યાજ સહિત રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી, જેથી યુવતીએ સયાજીગંજ પોલીસને ફરિયાદ નોંધાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.