બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં પૂર નુકસાની માટે ફાળવાઈ 25 કરોડની ગ્રાન્ટ, તો વેપારીઓને ચૂકવાયા 5 કરોડ, જાણો વિગત

સહાય / વડોદરામાં પૂર નુકસાની માટે ફાળવાઈ 25 કરોડની ગ્રાન્ટ, તો વેપારીઓને ચૂકવાયા 5 કરોડ, જાણો વિગત

Last Updated: 10:25 AM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં તાજેતરમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે પૂર નુકશાની માટે સહાયની ચૂકવણી કરવામાં આવી હતી. સરકારે 25 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ સહાયની રકમ વેપારીઓનાં ખાતામાં જમા પણ કરાવાઈ છે.

વડોદરા શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ લેવા વેપારીઓને પૈસા સીધા તેમના ખાતામાં આપવામાં જમા કરાવવામાં આવ્યા હતા. વડોદરાનાં પુરગ્રસ્ત 3555 વેપારીઓને રૂ. 5.25 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. તેમજ આ રકમ સીધી વેપારીઓનાં ખાતામાં જમા કરવામાં આવી છે.

પૂરગ્રસ્ત વેપારીઓ ને સહાય ચૂકવવાની શરૂ કરવામાં આવી

આ સમગ્ર બાબતે મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શહા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 200 જેટલા સર્વેયરોને કામગીરી સોંપવામાં આવી છે. તેમજ સર્વેયરો દ્વારા શનિવારથી કામગીરી શરૂ પણ કરી દીધી છે. તેમજ કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે રવિરા અને તહેવારનાં કારણે મોટા ભાગની દુકાનો બંધ હોવા છતાં પણ સર્વેયરો દ્વારા કામગીરી ચાલુ રાખી હતી.

3555 વેપારીઓ ને 5.25 કરોડ ચૂકવવામાં આવ્યા

આ બાબતે અધિક નિવાસી કલેક્ટર ડો. બી.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મંગળવાર સાંજ સુધીમાં કુલ 3555 વેપારીઓને રૂ. 5.25 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. તેમજ લારીવાળાને 2370 લાભાર્થીઓને રૂ. 1.19 કરોડ, નાની કેબિનવાળા 403 વેપરીઓને રૂ. 80.60 લાખ તેમજ મોટી કેબિનવાલા 752 વેપારીઓને રૂા. 3 કરોડ તેમજ પાકી દુકાનવાળા 30 વેપારીઓને રૂા. 25.50 લાખની સહાય તેમનાં બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ સહાય તેમને સીધી તેમનાં બેંક ખાતામાં જ ચૂકવવામાં આવી છે.

વધુ વાંચોઃ ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, ગૃહ રાજ્યમંત્રી ચડાવશે ધજા, જાણો કેટલા લાખ ભક્તોએ કર્યા દર્શન

14 સપ્ટેમ્બર થી 200 કર્મચારીઓ ને સર્વે ની કામગીરી સોંપાઈ

તેમજ પ્રાંત અધિકારી વી.કે.સાંબડેએ જણાવ્યું હતું કે, 200 જેટલા સર્વેયરો ફીલ્ડમાં કામ કરી રહ્યા છે. તેમજ વેપારીઓને બને તેટલી ઝડપથી સહાય ચૂકવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા રૂા. 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Flood Vadodara News Relief Payments
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ