વડોદરા શહેરમાં ફટકડાની દુકાનોમાં GST વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો બીજી તરફ મીઠાઇની 9 દુકાનોમાં આરોગ્ય વિભાગે તેલની ચકાસણી કરી છે.
દિવાળીના પગલે આરોગ્ય વિભાગનું 9 દુકાનોમાં ચેકીંગ
જાણીતી કંપનીઓના તેલના 11 સેમ્પલ લેવાયા
ફટાકડાની દુકાનોમાં GSTના દરોડા
દિવાળીના પગલે આરોગ્ય વિભાગનું 9 દુકાનોમાં ચેકીંગ
વડોદરા શહેરમાં દિવાળીના તહેવારના પગલે આરોગ્ય વિભાગ દ્વારા 9 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દાંડિયાબજાર, રાવપુરા, હાથીખાનાની 9 દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું છે.
ફૂડ ટેસ્ટીંગ વાન દ્વારા તેલની કરાઇ ચકાસણી
ફૂડ ટેસ્ટીંગ વાન દ્વારા ટીપીસી મશીનથી તેલની ચકાસણી કરવામાં આવી છે. જેમાં તેલની જાણીતી કંપનીઓના 11 સેમ્પલ લેવામાં આવ્યાં છે. સેમ્પલ પરીક્ષણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલવામાં આવ્યાં છે.
ફટાકડાની દુકાનમાં GST વિભાગના દરોડા
જ્યારે શહેરમાં આવલી ફટાકડાની દુકાનમાં GST વિભાગના અધિકારીઓએ દરોડા પાડયા છે. જેમાં શહેરના 8 મોટા વેપારીઓને ત્યાં અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આ વેપારીઓ મોટા પ્રમાણમાં કરચોરી કરતા હોય તેવી શક્યતા છે.
GST વિભાગે આ જગ્યાઓ પર પાડ્યા દરોડા
GST વિભાગે સાવલી, ગોધરા, વડોદરા, ડભોઇમાં કાર્યવાહી કરી છે. GST વિભાગની કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શક્યતા છે.