અદભૂત કળા / STના આ અધિકારી પાસે ફિલ્મી 'રજનીકાંત' જેવી કળા, જોઈને માથું ચકરાઈ જશે

Vadodara District ST officer jay sindhav five Mirror Writing

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના વતની જય સિંધવની પાસે એક અદભૂત કળા છે. તે અસામાન્ય ઝડપે 5 ભાષામાં લખવાનું સામર્થ્ય ધરાવે છે. વડોદરા જિલ્લા STમાં અધિકારી તરીકે ફરજ બજાવતા જય સિંધવ મિરર રાઇટિંગ એટલે કે ઉલ્ટુ લખી શકે છે. જેવી રીતે કોઈ એમ્બ્યુલન્સમાં ઉલ્ટા અક્ષરે એમ્બ્યુલન્સ લખ્યું હોય અને તેને અરિસામાં જોવામાં આવે તો સરખુ લખેલું દેખાય છે. તેવી રીતે જય સિંધવ મિરર રાઇટિંગ કરી શકે છે. જેમાં તેમણે લખેલું લખાણ સીધી રીતે સરખું નથી વાંચી શકાતું પરંતુ અરીસામાં વાંચવાથી સ્પષ્ટ વાંચન કરી શકાય છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું લખાણ લખવાની શરૂઆત કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ