વડોદરામાં પોલીસે 14 લાખની ચલણી નોટો ઝડપી પાડી છે. શહેરના વરાણામાં પોલીસે શંકાસ્પદ વ્યક્તિ પાસેથી રૂપિયા 14 લાખ રોકડની રકમ કબજે કરી છે.પોલીસે રૂપિયા 10 20 50 અને 100ના દરની નોટો કબજે કરી છે. જેમાં પોલીસે 14 લાખની નોટો સાથે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે.
તો અસલી ચલણી નોટોના બદલે નકલી નોટો બદલી આપવાનું રેકેટ ચાલતું હોવાની આશંકા પોલીસને છે. ઉપરાંત પોલીસે આ રેકેટ મધ્ય પ્રદેશ અને ગુજરાતની વચ્ચે સક્રીય હોય તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી. ત્યારે હવે પોલીસે 14 લાખ સાથે ઝડપાયેલા શખ્સની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી છે. તેમજ આ દિશામાં વધું તપાસ માટે પોતાના ચક્રો ગતીમાન કર્યા છે.
વડોદરમાં 14 લાખની ચલણી નોટો સાથે એક વ્યક્તિની પણ અટકાયત કરી છે આમ પોલીસને અસલી ચલણી નોટોના બદલે નકલી નોટો બદલી આપવાનું રેકેટ ચાલતું હોવાની આશંકા છે જેમાં મધ્યપ્રદેશ-ગુજરાત વચ્ચે રૂ. 2000-500ની નકલી નોટો વટાવવાના રેકેટની શંકા પોલીસે વ્યક્ત કરી છે. આમ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.