બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / સાંસદ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માગ, કોર્પોરેશનનો પ્લોટ પચાવી પાડ્યાનો આક્ષેપ

આક્ષેપ / સાંસદ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માગ, કોર્પોરેશનનો પ્લોટ પચાવી પાડ્યાનો આક્ષેપ

Last Updated: 06:54 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટરમાંથી સાંસદ બનેલ યુસુફ પઠાણનો કોર્પોરેશનનાં પ્લોટ પર કબ્જા મામલે ભાજપનાં કોર્પોરેટર દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સાંસદ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માંહ કરી છે.

સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણનો કોર્પોરેશનનાં પ્લોટ પર કબજા મામલે ભાજપનાં કોર્પોરેટર નીતિન દોંગાએ મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી હતી. સાંસદ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબ્રિંગની ફરિયાદ કરવા માંગ કરી હતી. યુસુફ પઠાણે કોર્પોરેશનનો પ્લોટ પચાવી પાડ્યાનો કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે. યુસુફ પઠાણે TP-22, FP-90 નો 10523 સ્કવેર ફૂટનો પ્લોટ પચાવી પાડ્યાનો આરોપ છે. તેમજ રાજ્ય સરકારે 2014 માં યુસુફ પઠાણને આપેલા પ્લોટની અરજી નામંજૂર કરી હતી.

vlcsnap-2024-06-15-18h06m05s258

કોર્પોરેશનનો પ્લોટ 10 દિવસમાં ખાલી કરવા નોટિસ આપીઃ દિલીપ રાણા (મ્યુનિસિપલ કમિશ્નર)

આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ નિવેદન આપ્યું હતું કે, યુસુફ પઠાણને કોર્પોરેશનનો પ્લોટ 10 દિવસમાં ખાલી કરવા નોટિસ આપી હતી. તેમજ પ્લોટ ખાલી નહી કરે તો કોર્પરેશન બીજી વખત ગેરકાયદેસર બાંધકામ દૂર કરી કબજો મેળવશે. તેમજ યુસુફ પઠાણે ચૂંટણીનાં સોંગંદનામામાં પ્લોટ પોતાની માલિકીનો હોવાનું દર્શાવ્યું હતું.

WhatsApp Image 2024-06-13 at 6.49.27 PM

વધુ વાંચોઃ ભારે બફારા અને ઉકળાટમાંથી લોકોને રાહત, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન

vlcsnap-2024-06-15-18h24m12s385

લેન્ડ ગ્રેબ્રિંગ સુધીની કાર્યવાહી કરવાની માંગઃ નીતિન દોંગા(કોર્પોરેટ)

આ સમગ્ર મામલે ભાજપનાં કોર્પોરેટર નીતિન દોંગાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનને થોડા દિવસ પહેલા જાણ થઈ કે સાંસદ યુસુફ પઠાણ દ્વારા ટીપી 22 માં ફાઈનલ પ્લોટ 90 પર કબ્જો કરેલ છે. જેથી તેઓનો નોટીસ આપવામાં આવી હતી. ત્યારે મારી સ્પષ્ટ માંગણી છે કે સાંસદ દ્વારા દેશમાં કાયદાનું પણ પાલન કરવાનું છે અને નવા કાયદા ઘડવાનાં છે. પોતે જ આવા કાયદાનું ઉલ્લંઘન કરતા હોય. તેમજ તેઓએ ચૂંટણી એફીડેવિટમાં પણ તેઓએ પ્લોટને પોતાની માલીકીનો બતાવ્યો છે. એટલે આ કૃત્ય 100 ટકા ખોટું હોય તો એક દાખલો બેસે એ રૂપે કાયદેસરની કાર્યવાહી કરી. લેન્ડ ગ્રેબિંગ સુધીની કાર્યવાહી કરવાની મારી માંગ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Municipal Corporation Corporation Notice MP Yusuf Pathan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ