બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / વડોદરા / Vadodara city bus conductor returned a purse full of jewelery worth Rs 2.50 lakh to a woman

માનવતાની મહેક / વડોદરામાં : બસ કંડક્ટરને મળ્યું અઢી લાખના દાગીના ભરેલું પર્સ, પછી જે કર્યુ તે ભાગ્યે જ કોઈ કરે

Vishnu

Last Updated: 07:48 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પર્સ ભૂલી ગયેલી મહિલાની આખમાંથી આસું સરી પડ્યા, કહેવા લાગી આવું કોઈ ભાગ્યે જ કરે

 

 

  • ઈમાનદારી જોવી હોય તો વડોદરા સિટી બસ કંડકટરની જુઓ
  • અઢી લાખના દાગીના ભરેલું પર્સ પાછું આપ્યું
  • મહિલા દાગીના લઇને બહેનના સીમંત પ્રસંગમાં જતી હતી

શહેરની સિટી બસ સેવાનો લાભ અનેક લોકો લઈ રહ્યા છે. તેનું કારણ છે સેફટી, એક રોડ સેફટી જ નહીં પણ માલ સામાનની પણ રખેવાડી, અને આવું જ કઈક બન્યું વડોદરામાં. એક મહિલા સિટી બસમાં પોતાનું કિમતી સોના ચાંદીના ભેરલુ  પર્સ ભૂલી ગઈ હતી. જે બાદ કંડકટરને તે પર્સ પોતાની પાસે રાખી લીધું હતું. બાદમાં પર્સ ચેક કરતાં તેમાં 2.50 લાખની માતબર રકમના દાગીના હતા. એક પણ ખચકાટ વગર કંટકટરે તે પર્સ મૂળ માલિકની ઓળખ કરી પરત કર્યું હતું. 

પર્સમાં 2.50 લાખના દાગીના હતા

25 વર્ષીય ગ્રીષ્માબેન પરમાર તેમના સંબધી સાથે બસમાં સવારી કરી રહ્યા હતા જે દરમિયાન વડોદરા સિટી બસ સ્ટેન્ડ પર ઉતરી ગયા હતા પણ તે પોતાનું સોના-ચાંદીના દાગીના ભરેલી પર્સ બસમાં જ ભૂલી ગયા હતા. બસમાં બીનવારસી હાલતમાં પડેલુ પર્સ કંડક્ટરને હાથે લાગ્યું હતું. આ પર્સ કંડક્ટર પ્રવીણભાઇ મીના અને ડ્રાઇવર રહેમત ખાન પઠાણે મળીને સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાને સોંપ્યું હતું. જ્યાં તેની ચકાસણી કરતાં કિમતી સોનાચાંદીના દાગીનાથી ભરેલું તે પર્સ હતું. જેથી પર્સને સાચવીને મેનેજરે લોકરમાં મૂકી દઈ અસલી માલિકની રાહ જોઈ હતી. બાદમાં પર્સ ભૂલીને ગયેલી મહિલા ગ્રીષ્માબેન પરમાર હાંફળી ફાફળી થઈ તેની શોધખોળ કરતી બસ સ્ટેન્ડ ગઈ હતી. જ્યાં સ્ટાફને આ બાબતે જાણ કરવાં આવી હતી. મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ પૂરતી ચકાસણી કર્યા બાદ મૂળ માલિક મહિલાને આ પર્સ પરત કર્યું હતું. 

કંડક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું

પર્સમાં સોનાનો પોચો, મંગળસૂત્ર, બુટ્ટી, ચાંદીનો કમર પટ્ટો અને ચાંદીના પગના ઝાંઝર જેટલી વસ્તુઓ હતી જે હેમ ખેમ પરત મળતા મહિલાના આસુંમાંથી આસું સરી પડ્યા હતા. મહિલાએ બે હાથ જોડીને પોતાની ભૂલી ગયેલી મિલકત સાચવનાર મેનેજર અને કંડક્ટર પ્રવીણભાઇ મીના અને ડ્રાઇવર રહેમત ખાન પઠાણનો દિલથી રડતી આંખે આભાર માન્યો હતો.અને કહ્યું હતું કે સિટી બસની સવારી ખૂબ જ સલામત સાથે સેફટીની  કહેવાય. હજુ પણ વિશ્વાસ જ થતો નથી કે, મારા દાગીના ભરેલું પર્સ મને પાછું મળી ગયું છે. 

કંડકટરની ઈમાનદારી દાગીના પર ભારી પડી. 

મહિલાએ તો ખોબલેને ખોબલે કંડક્ટર પ્રવીણભાઇ મીના અને ડ્રાઇવર રહેમત ખાન પઠાણનો આભાર વ્યક્ત કર્યો. પણ સાથે મેનેજર નરેન્દ્રસિંહ રાણા પણ પોતાન સ્ટાફની પ્રમાણિકતાથી ગદગદ થઈ ઉઠયા તેમના સ્ટાફના ભરપેટ વખાણ કરતા કહ્યું કે સિટી બસમાંથી અનેક વખત મોબાઇલ અને પર્સ સહિત આવી કિમતી ચીજ વસ્તુઓ મળતી હોય છે અને અમે પેસેન્જરની ઓળખ કરી તેની વસ્તુઓ પરત કરીએ છીએ.આ કિસ્સો હજુ પણ એ વાત યાદ અપાવે છે કે રૂપિયાની પાછળ માનવતા મરી પરવારી નથી હજુ પણ  એવા કેટલાય લોકો છે જે ઈમાનદારીથી પોતાનું કામ કરતાં હોય છે અને આમ જ કંડક્ટર પ્રવીણભાઇ મીના અને ડ્રાઇવર રહેમત ખાન પઠાણ જેમ જ નીખરી ઉઠે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ